Home /News /amreli /

અમરેલી : PSIને ગરીબ મહિલાઓ પર લાઠીઓ વરસાવી ભારે પડી, Video Viral થતા સસ્પેન્ડ

અમરેલી : PSIને ગરીબ મહિલાઓ પર લાઠીઓ વરસાવી ભારે પડી, Video Viral થતા સસ્પેન્ડ

પીએસઆઈ દિપીકા ચૌધરીની 'અગ્રેજગીરી'નો વીડિયો વાયરલ

અમરેલીના જિલ્લા પોલીસ વડાએ મહિલા પીએસઆઈ દીપિકા ચૌધરીને સસ્પેન્ડ કર્યા, બુધવારી બજારમાં પાથરણા વાળી મહિલાઓ પર વરસાવી હતી લાઠી

  રાજન ગઢિયા, અમરેલી : અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ભરાતી બુધવારી બજારમાં પોલીસને શરમાવે તેવી ઘટના ઘટી હતી. અહીંયા મહિલા પીએસઆઈ દિપીકા ચૌધરીએ પાથરણાવાળી ગરીબ મહિલાઓ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નામે લાઠીઓ વરસાવી હતી. જોકે, ચૌધરીનો વીડિયો વાયરલ થતા જ રાજ્યમાં ફિટકાર વરસ્યો હતો. આ ઘટનાના પગલે ગાંધીનગરથી પણ આદેશો છુટ્યા હતા. જોકે, પીએસઆઈ દિપીકા ચૌધરીને આ જુલમ કરવો ભારે પડ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ અમરેલી જિલ્લા પોલીસવડાએ સહેજ પણ તરફદારી કર્યા વગર પોતાના સ્ટાફમાં દાખલો બેસાડતા તાત્કાલિક રીતે પીએસઆઈ ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે.

  બનાવની વિગતે વાત કરીએ તો બાબરામાં દર બુધવારે મધ્યવર્ગના લોકો ખરીદી કરી શકે તે માટે બુધવારી બજાર ભરાય છે. આજે સવારે પોલીસે દાદાગીરી કરીને આ માર્કેટ બંધ કરાવી હતી. આ દરમિયાન દીપિકા ચૌધરી નામના મહિલા પીએસઆઈએ બુધવારીમાં પાથણા પાથરી વેપાર કરતી ગરીબ અને મધ્યવર્ગની મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. અનેક મહિલાઓને તેમણે ડંડાથી માર માર્યો હતો. આ દરમિયાન તેઓ યુનિફોર્મમાં પણ જોવા મળ્યા ન હતા.  હકીકતમાં આ મહિલાઓ અહીં મોજશોખ માટે નહીં પરંતુ અઠવાડિયામાં એક દિવસ નદીના પટમાં પાથરણાં પાથરીને જૂના કપડાંનો વેપાર કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. આ અંગે વીડિયો સામે આવતા જ લોકોમાં ચર્ચા જાગી છે કે સરકાર એક બાજુ મહિલા સુરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ ખુદ એક મહિલા પીએસઆઈ જ ગરીબ વર્ગની મહિલાઓ પર લાઠી વીંઝી રહી છે.

  પરેશ ધાનાણીએ કહ્યુ- 'રાવણ રાજનો આભાસ'

  મરેલીના બાબરામાં મહિલા પીએસઆઈએ ગરીબ મહિલાઓ પર ડંડા વરસાવ્યા હોવા મામલે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani)એ સરકાર પર પ્રહાર કરતું ટ્વીટ કર્યું છે. ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે કમલમને અનેક કાર્યક્રમો થાય છે ત્યારે સરકારી તંત્ર 'મૂક' અને લાચાર બને છે.

  આ પણ વાંચો :  વડોદરા : માસ્ક પહેર્યા વગર નીકળેલી મહિલાઓનો પોલીસને પડકાર, ' અમારા પર કાર્યવાહી કરો,' Video થયો વાયરલ

  આ મામલે પરેશ ધાનાણીએ 'રાવણ રાજનો આભાસ'ના હેડિંગ સાથે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે...

  'મંદી અને મોંઘવારી' અપાર,
  વધી બેરોજગારી ભારોભાર,
  છે બાબરાનુ બુધવારી બજાર,
  થયો ગરીબની હાટડીએ વાર,
  મહિલાઓને ખવડાવ્યો માર,
  કર્યો ખુદ પોલીસે અત્યાચાર,
  કમલમના કાર્યક્રમે થાય 'ટોળા' અપાર,
  તોય સરકારી તંત્ર બને "મૂક ને લાચાર",
  શું જનતા ઓગાળશે સરકારી અહંકાર?

  આ પણ વાંચો :  સુરત : 'સોનાના દાગીના ઉતારો, ચેઇન સ્નેચીંગ થયું છે,' કોઈ આવું કહે તો ચેતજો, મહિલાએ બંગડીઓ ગુમાવી

  મહિલા પીએસઆઈએ સરખી રીતે માસ્ક પહેર્યું ન હતું

  આ અંગેનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં મહિલા પીએસઆઈ એક મહિલાને માર મારતા જણાઈ રહ્યા છે. આ દરમિયાન ધ્યાનથી જોતા તેમણે પોતાનું માસ્ક સરખી રીતે પહેર્યું નથી. તેમનું માસ્ક નાકથી નીચે જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાય ખૂબ જ કડક છાપ ધરાવે છે. નિયમ ભંગ બદલ તેઓ પોલીસ ખાતાના લોકોને પણ સજા ફટકારે છે. આ વીડિયો મામલે તેઓ કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Mask, Social Distancing, Video, અમરેલી

  આગામી સમાચાર