ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે. ખેતી માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળે તો વધુ આવક મેળવી શકાય છે. આત્મા પ્રોજેકટ ખેડૂતોને ખેડ, બીજ સહિતની માહિતી પુરી પડે છે. તેમજ પ્રાકૃતિક ખેતી અંગે પણ માહિતી આપે છે.
Abhishek Gondaliya, Amreli: આત્મા પ્રોજેક્ટ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે. આત્મા એ જિલ્લા કક્ષાએ કાર્યરત રજીસ્ટજર્ડ સોસાયટી છે. જિલ્લામાં કૃષિ વિકાસ માટે જિલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓને આયોજન લઈને અમલ સુધીની ક્રિયાઓમાં સામેલ રાખે છે. ડે. ડાયરેકટર દિલીપભાઈ ચાવડા જણાવ્યું હતું કે, આત્મા પ્રોજેક્ટ કૃષિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને જીવંત જોડાણ સ્થાપિત કરે છે. કૃષિ વિસ્તરણ શિક્ષણની પ્રવૃત્તિઓ તથા નવા નવા સંશોધનો ખેડૂતની જરૂરિયાત મુજબ ખેડૂત સુધી માહિતી પહોંચાડે છે.
ખેડૂતોની પોતાની ભાગીદારીથી પોતાની રીતે જ ઈચ્છે તે પ્રકારના નિર્ણય લઈ ખેતી કરી શકે છે. આત્મા કૃષિ વિકાસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે.
ખેડૂતોને ખેડ, બીજની પસંદગી સહિતની માહિતી આપે
આત્મા પ્રોજેક્ટ વર્ષ 2007-08 થી જિલ્લામાં અમલમાં આવેલ છે. જમીનની યોગ્ય ખેડ, બીજની પસંદગી, પાક ની વાવણી માટે ખેડુતને માર્ગદર્શન આપવામાં આવે છે. ગાયના છાણમાંથી બનતા જીવામૃત, ઘન જીવામૃતની માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં બીજને પટ આપવા માટે ઉપયોગમાં લેવાતા તેમજ ફૂગ નાશક તરીકે વપરાશમાં લેવાતું બીજામૃત અને પંચામૃત વગેરેની માહિતી પ્રોજેક્ટના અધિકારી આપે છે.
ખેતી ખર્ચમા ઘટાડો કેવી રીતે થાય ?
આત્માએ પ્રાકૃતિક ખેતી માટેનો મુખ્ય પ્રોજેક્ટ ગણવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆતના સમયથી ત્રણ વર્ષના સમય પછી ઉત્પાદનમાં વધારો થાય છે. સેન્દ્રીય ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાથી દવાનો ખર્ચમાં ઘટાડો થાય છે. એકંદરે ઉત્પાદનમાં વધારો થાય છે.