Home /News /amreli /Amreli: દિવ્યાંગો લગ્ન બાદ આ યોજનામાં અરજી કરવાનું ભૂલતા નહીં, જાણો કેટલી મળે સહાય

Amreli: દિવ્યાંગો લગ્ન બાદ આ યોજનામાં અરજી કરવાનું ભૂલતા નહીં, જાણો કેટલી મળે સહાય

50 ટકા કરતા વધારે દિવ્યાંગ વ્યક્તિ માટે સરકાર ની વધુ લાભદાયક યોજના

રાજ્યમાં દિવ્યાંગ લગ્ન યોજના કાર્યરત છે. જેમાં 50 હજારથી લઈ 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે.આ યોજનાથી અનેક લોકો માહિતગાર ન હોવાના કરે યોજનાનો લાભ લઈ શકતા નથી.

Abhishek Gondaliya .Amreli: દિવ્યાંગ લગ્ન સહાય યોજનાથી અનેક લોકો માહિતગાર ન હોવાથી યોજનાનો લાભ લઈ શકતા નથી અનેક લોકો આ યોજનાથી વંચિત રહી જાય છે.અમરેલી જિલ્લા સહિત ગુજરાતમાં અનેક દિવ્યાંગ વ્યક્તિઓ આત્મનિર્ભર રીતે કામ કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. શિક્ષક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને 50 ટકા કરતાં વધારે દિવ્યાંગ વ્યક્તિને રોજગારી પ્રાપ્ત કરવામાં તકલીફ પડે છે. જેથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે લગ્ન સમયે અથવા લગ્ન બાદ આ યોજનાનો લાભ લેવાથી જરૂરી આર્થિક લાભ થાય છે. 50 ટકાથી વધારે દિવ્યાંગ વ્યક્તિઓને સરકાર દ્વારા લગ્ન સમયે 50000 થી 1 લાખ સુધીની આર્થિક સહાય દરજ્જા પ્રમાણે આપવામાં આવે છે.

આ આધાર ભૂલી ન જતા



આ યોજના માટે સિવિલ સર્જનનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ,રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક), અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર, કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર, અરજદારનો સિવિલ સર્જનનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ, બંનેના સંયુકત લગ્ન વખતના ફોટાલગ્ન, કંકોત્રી, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલા ચેક, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આપવાનું રહે છે.

લગ્ન થયાના બે વર્ષમાં અરજી કરવાની હોય છે

આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.સહાયનું ધોરણઆ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે કુલ રૂપિયા 1,00,000 તેમજ સામાન્ય વ્યકિત સાથે દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂપિયા 50,000ની સહાય ચુકવવામાં આવે છે.

કન્યાની ઉંમર 18 અને યુવકનું ઉંમર 21 ફરજીયાત

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 50,000 થી 1 લાખ ની સહાય મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેનાર કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઇએ.આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર છે.
First published:

Tags: Amreli News, Local 18, Marriage