Home /News /amreli /Amreli: જાફરાબાદના ગામમાં ભરબજારમાં સિંહે વાછડાને દબોચી કર્યું મારણ, જોવા જેવો છે આ વીડિયો

Amreli: જાફરાબાદના ગામમાં ભરબજારમાં સિંહે વાછડાને દબોચી કર્યું મારણ, જોવા જેવો છે આ વીડિયો

મારણની

મારણની બનાવ સીસીટીવીમાં કેદ

અમરેલી જિલ્લાના 10 તાલુકાની અંદર સિંહનો વસવાટ છે અને અવારનવાર સિંહ દ્વારા રેવન્યુ વિસ્તારની અંદર પશુઓના મારણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક ઘટના જાફરાબાદના લોટપુર ગામે સિંહ વાછરડાનો શિકાર કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેસ થઈ હતી

વધુ જુઓ ...
    Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં 10 તાલુકામાં જંગલના રાજા  અને ગુજરાતની શાન સિંહનો વસવાટ છે, સિંહ દ્વારા અનેક વખતે રેવન્યુ વિસ્તારની અંદર પશુનામ કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે વધુ એક પશુનું મારણ કર્યું હોવાનું સામે આવતું રહે છે. ત્યારે ફરી એકવાર આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે સિંહ દ્વારા એક વાછરડાનો શિકાર કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.29 સેકન્ડના આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કેવી રીતે સેકન્ડોમાં જ ઘાત લગાવીને બેઠેલા સિંહે વાછડાને દબોચી લીધું હતું.

    વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ગામમાં સૂતેલા વાસરડાને ગળાના ભાગે સિંહે પકડી અને ઢસડ્યો  હતો અને મારણ કર્યું હતું જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયું હતું. મધ્ય રાતે ગ્રામીણ વિસ્તારમાં સિંહો ચડી આવ્યા હતા. અને એક મિનિટની અંદર સિંહ દ્વારા વાસરડા નું મારણ કર્યું હતું જેને લઇને ગ્રામીણ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.  સિંહ દ્વારા રેવન્યુ વિસ્તારની અંદર મારણ માટે આવી ચડતા હોય છે થોડા દિવસ પૂર્વે જ જાફરાબાદ ની બાજુમાં આવેલા રાજુલાના વાવડી ગામમાં સિંહણે પંદર વર્ષીય કિશોર ઉપર હિંસક હુમલો કર્યો હતો અને શિકાર કર્યો હતો જે ઘટના બાદ આજે વધુ એક ઘટના સામે આવી છે જાફરાબાદ તાલુકાના લોઢપુર ગામે સિંહ દ્વારા વાછરડાનો શિકાર કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ હતી અને હાલ અમરેલી પથક ની અંદર સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો વાયરલ થયો હતો.

    અમરેલી જિલ્લાની અંદર અનેક સિંહો વસવાટ કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર વસવાટ કરી રહ્યા છે અને તેઓ મારણ કરવા માટે રેવન્યુ વિસ્તારની અંદર આવી ચડતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: અમરેલી, જૂનાગઢ, સિંહ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन