Home /News /amreli /Amreli: જસાધાર રેન્જમાં કુત્રિમ પાણીનાં પોઇન્ટ ભરાયા, આ રેન્જમાં આટલા સિંહનો વસવાટ

Amreli: જસાધાર રેન્જમાં કુત્રિમ પાણીનાં પોઇન્ટ ભરાયા, આ રેન્જમાં આટલા સિંહનો વસવાટ

X
જસાધાર

જસાધાર રેન્જમાં 60 થી65 સિંહનો વસવાટ છે. જસાધાર રેન્જમાં 27 પાણીનાં પોઇન્ટ આવેલા છે. કૃત્રિમ પોઇન્ટ ભરવાનું વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

જસાધાર રેન્જમાં 60 થી65 સિંહનો વસવાટ છે. જસાધાર રેન્જમાં 27 પાણીનાં પોઇન્ટ આવેલા છે. કૃત્રિમ પોઇન્ટ ભરવાનું વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

    Abhishek Gondaliya, Amreli: ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. જંગલમાં પાણીનાં સ્ત્રોત સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓને ઉનાળામાં સરળતાથી પાણી મળી રહે તે માટે કામગીરી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા પાણીનાં કુત્રિમ પોઇન્ટ ભરવામાં આવી રહ્યાં છે. વન્ય પ્રાણીઓ જંગલ છોડીને બહાર ન જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. જસાધાર રેન્જમાં 27 પાણીનાં પોઇન્ટ આવેલા છે.

    જસાધાર રેન્જમાં આટલા સિંહનો વસવાટ
    જસાધાર રેન્જમાં 60 થી65 સિંહનો વસવાટ છે. જસાધાર રેન્જનો વન વિભાગ સ્ટાફ દ્વારા ઉનાળામાં સિંહને પાણીની તકલીફ ન પડે તે માટે સતત ઘરે પગે રહી પાણીના પોઇન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. ગીરના જસાધાર રેન્જ વિસ્તાર અંદાજે 30 કિ.મી. ધરાવતો રેન્જ છે. આ એરિયાની અંદર 60 થી 65 સિંહ વસવાટ કરે છે. તેથી અહીં 27 જેટલા પાણીના પોઇન્ટ ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પાણી ભરવામાં આવી રહ્યું છે.



    પાણીના કુદરતી સ્ત્રોત સુકાવા લાગ્યા
    ઉનાળાનો પ્રારંભ થયો છે. જેના કારણે પાણીના કુદરતી સ્ત્રોત સુકાવા લાગ્યા છે અને સિંહને પીવાના પાણી માટે ભટકવું ન પડે જે માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંહને પાણી મળી રહે તે માટે પાણીના કુત્રિમ પોઇન્ટ ભરવાનું વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાનો પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. અનેક વિસ્તારની અંદર પવનચક્કી દ્વારા પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે. અનેક વિસ્તારોમાં કૃત્રિમ પોઇન્ટ ભરવાનું વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
    First published:

    Tags: Amreli News, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો