પશુપાલન વ્યવસાયમાં દૂધ ઉત્પાદન માટે પશુ આહાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે
પશુપાલન વ્યવસાયમાં પશુ પોષણ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં બાયપાસ ફેટ, બાયપાસ પ્રોટીન, બાયપાસ કાર્બોહાઈડ્રેટ મહત્વનો ભાગ ભજવે છે.પશુ પોષણમાં બાયપાસ તત્વો દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે.
Abhishek Gondaliya, Amreli: રાજ્યમાં પશુપાલન વ્યવસાય મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. તેમજ ખેતી સાથે જોડાયેલા લોકો પણ પશુપાલન વ્યવસાય કરી આવક મેળવી રહ્યા છે. પશુપાલન વ્યવસાયમાં પશુ આહાર મુખ્ય ભાગ ભજવે છે. તેમ જ પશુઓને પોષણક્ષમ આહાર આપવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં ફાયદો થાય છે.
આ અંગે ડો. સુમન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પશુપાલન વ્યવસાયમાં પશુ પોષણનો ભાગ ખૂબ મહત્વનો છે. પશુપાલન વ્યવસાયમાં સૌથી વધુ પોષણમાં આપણે ખર્ચો કરતા હોઈએ છીએ. પશુ પોષણમાં બાયપાસ તત્વો દૂધ ઉત્પાદન શક્તિમાં ખૂબ જ ભાગ ભજવતો હોય છે. બાયપાસ ફેટ, બાયપાસ પ્રોટીન, બાયપાસ કાર્બોહાઈડ્રેટ મહત્વનો ભાગ છે.
બાયપાસ પ્રોટીનની જરૂરિયાતો
ગાય, ભેંસને આપવામાં આવતા મોટાભાગના પ્રોટીનનું રૂમેન પ્રથમ જઠરમાં જ પાચન થઈ જાય છે અને તેનું એમોનિયામાં રૂપાંતર થાય છે. આ એમોનિયા બહાર નીકળી જાય છે. જેથી પ્રોટીનના મહત્વના નાઇટ્રોજનનો વ્યય થઈ જાય છે. આ પ્રકારના પ્રોટીન ઉપર અમુક પ્રક્રિયા કરી તેનું પ્રથમ જઠરમાં જ થતું પાચન ઘટાડીએ તો દૂધ ઉત્પાદન માટે જરૂરી એવા એમિનો એસિડની ઉપલબ્ધિ કરાવી શકાય છે. આ પ્રક્રિયાને બાયપાસ પ્રોટીન ટેકનોલોજી કહેવામાં આવે છે.
બાયપાસ પ્રોટીનને દાનમાં ઉમેરવાથી શું ફાયદો
બાયપાસ પ્લોટીને દાણ ઉમેરવાથી વૃદ્ધિદરમાં વધારો થાય છે.
દૂધ ઉત્પાદન વધુ મળે છે.
દૂધમાં રહેલા ફેટના ટકામાં વધારો થાય છે.
પશુઓની ખોરાક વપરાશની ક્ષમતા વધે છે.
ખોરાકીય ખર્ચમાં ઘટાડો થવાથી વધુ વળતર મેળવી શકાય છે.
બાયપાસ તત્વો
કપાસિયા ખોળ, માછલીની ભૂકી વગેરેમાં કુદરતી બાયપાસ પ્રોટીન હોય છે.બાયપાસ પ્રોટીનવાળું દાણ ઉપલબ્ધ ન હોય તો આવા તત્વોને સાદા દાણ સાથે ઉમેરવાથી તેની ગુણોત્તરમાં વધારો થાય છે. દૂધ ઉત્પાદન વધુ મેળવી શકાય છે. આહાર માટે તેની પદાર્થની માત્રા વધારવામાં આવે તો ખોરાકના પાચન ઉપરથી અસર કરે છે. પશુઓને શક્તિની જરૂરિયાતો પૂરી પાડવા માટે બાયપાસ ફેટનો ઉપયોગ કરવામાં આવે છે.
બાયપાસ ફેટ ખવડાવવાના ફાયદા
રાસાયણિક પ્રક્રિયા દ્વારા વધુ કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે તેવા રૂપાંતરીત ચરબી યુક્ત પદાર્થને બાયપાસ ફેટ કહેવાય છે. વધુ દૂધ ઉત્પાદન આપતી તાજી વિનાયેલી ગાય, ભેંસની શક્તિની જરૂરિયાત રોજિંદા ખોરાક આપવાની પદ્ધતિથી પૂરી પાડી શકાતી નથી. ગાય, ભેંસને દાણમાં બાયપાસ ફેટનો ઉમેરવાથી શક્તિપુરી પડતી હોય છે.
બાયપાસ ફેટ આપવાથી પશુને તેમની શક્તિની જરૂરિયાત પૂરી પાડી શકાય છે. દૂધ ઉત્પાદનમાં વધારો થાય અથવા દૂધ ઉત્પાદન જળવાઈ રહે છે. સાથે જ દૂધમાં રહેલા ફેટના ટકાનો વધારો થાય છે. ખોરાક વપરાશની ક્ષમતામાં વધારો થાય છે અને દૂધ ઉત્પાદનમાં વધુ વળતર મળી રહે છે.