Home /News /amreli /Amreli: દૂધાળા પશુની કેવી રીતે કાળજી લેવી, જુઓ વીડિયો

Amreli: દૂધાળા પશુની કેવી રીતે કાળજી લેવી, જુઓ વીડિયો

X
પશુપાલકો

પશુપાલકો ને મુખ્ય પશુ આહાર પર વધુ ધ્યાન આપવું જોઈએ

પશુપાલનમાં પશુ આહાર મહત્વનો ભાગ ભજવે છે. પશુને સારો આહાર આપવામાં આવે તો વધુ દૂધ મેળવી શકાય છે. પરંતુ ખોરાક લીધા બાદ પશુ વાગોળતા હોય છે. પરંતુ પશુ વાગોળતા ન હોય તો તબીબની સલાહ લેવી જોઈએ.

Abhishek Gondaliya, Amreli: પશુધનની વાગોળવાની પ્રક્રિયા તેમજ પાચન ક્રિયાએ મહત્વનો ભાગ છે. પશુપાલન વ્યવસાયમાં પશુ આહાર મહત્વનો ભાગ ભજવે છ. દૂધાળા પશુઓ ગાય,ભેંસ તેમજ નાના પશુઓ ઘેટા અને બકરાએ બે ખરીવાળા વાગોળનાર પશુઓ છે. વાગોળવુંએ ખાસ પ્રકારની ખોરાક લીધા પછીની પ્રક્રિયા છે.

પશુપાલન વ્યવસાયમાં પશુ આહાર ખૂબ મહત્વનો ભાગ છે

પશુ ચિકિત્સક ડો .સુમન ત્રિવેદી જણાવ્યું હતું કે, પશુપાલન વ્યવસાયમાં પશુ આહાર ખૂબ મહત્વનો ભાગ છે. પશુ આહાર વધુ અને સારો આપવાથી દૂધ ઉત્પાદન વધે છે. વાગોળવુંએ ખાસ પ્રકારની ખોરાક લીધા પછીની પ્રક્રિયા છે. બધા પશુઓના શરીરમાં સોલ્યુસન નામનો ઉત્સેચક આવેલો છે,જે ઘાસચારો પચાવવા માટે સક્ષમ બનાવે છે. મનુષ્યમાં આપણે એક પેટ છે જ્યારે આપણા પશુઓનું પેટ ચાર ભાગમાં વહેંચેલું છે. તેના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે.

પશુના પેટના ચાર ભાગ: રૂમેન,રેટિકયુલ્મ, ઓમેઝમ ઓબોમેઝમ.

પશુઓનું જઠરએ પેટના પોલાણમાં આવેલું હોય છે. એક ભાગ રૂમેન પણ પેટના પોલાણમાં ડાબી બાજુ આવેલું છે. જેને બહારથી પેટની ડાબી બાજુએ અનુભવી શકીએ છીએ. તાજા જન્મેલા નાના પશુઓમાં રૂમેન કાર્યશીલ હોતું નથી. પશુની વૃદ્ધિ બાદ કાર્યરૂપ બનતું હોય છે. વાગોળનારા પ્રાણીઓ તેમના ખોરાકને પૂર્ણ રૂપે ચાવ્યા વગર જ જલ્દીથી ગળી જાય છે. રૂમેનમાં ભેગું થાય છે. રૂમેન એક પ્રકારની ફુગ્ગા જેવી રચના છે. આ ભાગ પેટના ચારે ભાગ પૈકી સૌથી મોટો ભાગ છે. અંદરથી જોતા તે રેસા વાળા ટુવાલ જેવું દેખાય છે.



પશુ વાગોળતા ન હોય તો તબીબની સલાહ લેવી

ડો .સુમન ત્રિવેદી જણાવ્યું હતું કે, પશુઓની વાગોળવાની પ્રક્રિયા સારી હોવાથી સહેલાઈથી ઘાસચારો પચાવી શકે છે અને સાથે જ આહાર સહેલાઈથી લઈ શકે છે. જો વાગોળવાની પ્રક્રિયા ધીમી અથવા ન વાગડતા હોય તો પશુ ચિકિત્સાને બોલાવી જરૂરી સારવાર કરાવી જરૂરી છે. જેથી દૂધ ઉત્પાદનમાં વધઘટ ન થાય દૂધ ઉત્પાદનમાં સૌથી મહત્વનો ભાગ આહાર ભજવતો હોય છે.
First published:

Tags: Amreli News, Animal husbandry, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો