Home /News /amreli /Amreli: અહીં 11 વિઘામાં આકાર પામશે વૃદ્ધાશ્રમ, જાણો વિશેષતા

Amreli: અહીં 11 વિઘામાં આકાર પામશે વૃદ્ધાશ્રમ, જાણો વિશેષતા

X
કરોડના

કરોડના ખર્ચે થશે તૈયાર વૃદ્ધાશ્રમ પૂ.મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા કરશે ખાતમુરત

અમરેલીના ગાવડકા રોડ ઉપર 11 વિઘામાં વૃદ્ધાશ્રમ આકાર પામશે. વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝાના હસ્તે થશે. વૃદ્ધાશ્રમ 500 લોકો રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.સારહિ યુથ ક્લબ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
Abhishek Gondaliya, Amreli: અમરેલીના ગાવડકા રોડ ઉપર 11 વિઘામાં વૃદ્ધાશ્રમ તૈયાર થશે. તૈયાર થનાર વૃદ્ધાશ્રમ માં 500 નિરાધાર રહી શકે તેવી વ્યવસ્થા કરશે. વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત પૂજ્ય મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝાના હસ્તે કરાશે.અમરેલી શહેરમાં 25 વર્ષથી વિવિધ સેવાકીય ક્ષેત્રમાં કામ કરતી સારહિ યુથ ક્લબની આગેવાનીમાં નિર્માણ કરવામાં આવશે. 11 વિઘામાં સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે.

500 કુંડી મહાયજ્ઞ યોજાશે

અમરેલી શહેરની ભાગોળે આગામી તારીખ 30 ડિસેમ્બર અને 1જાન્યુઆરીના 500 કુંડી મહાયજ્ઞ યોજાશે. આ મહા યજ્ઞમાં કથાકાર મોરારીબાપુ અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહેશે.આ અંગે મુકેશ સંઘાણીએ જણાવ્યું હતું કે,પોતે સારહિ યુથ ક્લબના પ્રમુખ છે અને જેઓની આગેવાનીમાં આ વૃદ્ધાશ્રમ બનવાનું છે.અમરેલીમાં વૃદ્ધાશ્રમ ખૂબ મોટું બનવા જઈ રહ્યું છે. 501 ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. અધતન બિલ્ડીંગ બનશે. 500 લોકો રહી શકે તેના માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આગામી સમયમાં યોજાનાર મહાયજ્ઞની તૈયારીઓ હાલ શરૂ કરવામાં આવી છે.

વૃદ્ધાશ્રમમાં એક પણ રૂપિયો લેવામાં નહીં આવે

સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈએ જણાવ્યું હતું કે,આ વૃદ્ધાશ્રમ તૈયાર થયા બાદ 500 જેટલા વૃદ્ધને નિ:શુલ્ક અહી ખાવા, પીવા અને રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે અને એક પણ રૂપિયો અહીં વૃદ્ધાશ્રમમાં લેવામાં આવશે નહીં. અને મને મારી ટીમને વિશ્વાસ છે કે લોકોનો સાથ સહકાર મળશે.

લોકો કાર્યક્રમમાં જોડાય

ધારાસભ્ય કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલીમાં નિરાધારનો આધાર એટલે તપોવન આશ્રમ સારહિ યુથ ક્લબ ટીમને અભિનંદન સાથે જિલ્લાના લોકોને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ ઉપસ્થિત રહેવા હું અપીલ કરું છું
First published:

Tags: Amreli News, Local 18, Old Age Home

विज्ञापन