Home /News /amreli /Amreli News: વધુ એક વખત ખેડૂતો ઉપર આફતનાં વાદળોછવાયા, આ તારીખનાં માવઠાની આગાહી કરાઇ

Amreli News: વધુ એક વખત ખેડૂતો ઉપર આફતનાં વાદળોછવાયા, આ તારીખનાં માવઠાની આગાહી કરાઇ

હવામાન વિભાગે વધુ એક કમોસમી વરસાદ ની આગાહી 

ચાલુ વર્ષ સતત કમોસમી વરસાદ થઇ રહ્યો છે. ત્યારે વધુ એક વખત આગાહી કરવામાં આવી છે. આગામી 30, 31 માર્ચનાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહીનાં પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

Abhishek Gondaliya, Amreli: ગુજરાતના તાતે માથે મુશ્કેલી આવીને ઉભી છે. મુશ્કેલી અમરેલી સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
કમોસમી વરસાદે ખેડૂતની ભાગી કમર
અમરેલી સહિતના રાજ્યમાં આવેલ રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયુ છે.

ડુંગળીના પાકમાં મોટી નુકસાની
અમરેલી સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. વરસાદ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાથી ઘઉં સહિત રવિ પાકને થોડું નુકસાન થયું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હવામાનમાં પલ્ટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થતા જગતના તાતને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: જૂના ધંતુરિયાનાં ખેડૂતે પરવરની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવ્યુ, ખેતી આવી રીતે કરે છે

ઘઉં,ચણા, ધાણા માં પાકનુકસાની
જિલ્લામાં ઘઉં, ચણા તેમજ બાગાયતી પાકમાં મોટું નુકસાન પહોચ્યું હતુ. ડુંગળીના પાકમાં મોટી નુકસાની પહોચી હતી. ખેડૂત માટે આજે સરકાર દ્વારા પાક નુકસાની વળતર માટે સર્વે કરવામાં આવ્યો છે.
First published:

Tags: Amreli News, Gujarat Weather, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો