Home /News /amreli /અમરેલી: બોલો હવે હરણે લીધી ATMની મુલાકાત! વીડિયો વાયરલ

અમરેલી: બોલો હવે હરણે લીધી ATMની મુલાકાત! વીડિયો વાયરલ

શ્વાનોથી બચવા ATMમાં હરણ ઘૂસ્યું હતું

Amreli deer viral video: વહેલી સવારે ATMમાં ફસાયેલા હરણના દ્રશ્યો સામે આવ્યા છે. શ્વાનોથી બચવા ATMમાં હરણ ઘૂસ્યું હતું. ATMમાંથી બહાર નીકળવાની મથામણ કરતા હરણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

    અમરેલી: સિંહ અને દીપડાની લટાર બાદ ધારી શહેરમાં હરણના દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારે ATMમાં ફસાયેલા હરણના દ્રશ્યો સામે આવ્યા છે. શ્વાનોથી બચવા ATMમાં હરણ ઘૂસ્યું હતું. ATMમાંથી બહાર નીકળવાની મથામણ કરતા હરણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ તો વનવિભાગ દ્વારા હરણનું રેસ્ક્યુ ઓપરેશન કરીને જંગલમાં તેને મુક્ત કરાયું છે.

    શ્વાનોથી બચવા હરણ ATMમાં ઘૂસ્યું હતું

    અમરેલીના ધારીમાં અચાનક હરણ આવી ગયું હતું. શહેરમાં સિંહ અને દીપડાની લટાર બાદ હરણે લટાર મારી છે. ધારી પેટ્રોલ પંપ નજીક શ્વાનોથી બચવા હરણ ATMમાં ઘૂસ્યું હતું. વહેલી સવારે ATMમાંથી બહાર નીકળવાના હરણના ફાંફાં મારી રહ્યો હતો. આ દરમિયાન નાઈટ ડ્યુટી પતાવીને ઘરે જઇ રહેલા હોમગાર્ડની નજરે પડતાં તેણે વનવિભાગને જાણ કરી હતી. જે બાદ વનવિભાગ દ્વારા હરણનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ હરણને એટીએમમાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કરાયું હતું.

    આ પણ વાંચો: ઘર ખાલી કરવા પડોશીએ આપી ધમકી, સંબંધ બાંધવાનું કહી નહાવાનો રૂમાલ પહેરી ગંદા ઇશારા કર્યા

    ATMમાં બહાર નીકળવાની હરણની મથામણ

    ATMમાં બહાર નીકળવાની મથામણ કરતા હરણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે અમરેલીની આસપાસના વિસ્તારોમાં સિંહ અને દીપડાની લટાર જોવા મળતી હોય છે. ઘણી વખત તો રહેણાક વિસ્તારોમાં સિંહ જોવા મળતાં હોય છે. જ્યારે કેટલીક વખત સિંહના શિકારની ઘટનાઓ પણ બનતી હોય છે. આવામાં શહેરમાં હરણની લટાર સામે આવી છે. એટલું જ નહીં, તે શ્વાનોથી બચવા માટે એટીએમમાં ઘુસી ગયો હતો અને ત્યાંથી બહાર નીકળવા માટે મથામણ કરી રહ્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Amreli News, Gujarat News

    विज्ञापन
    विज्ञापन