Home /News /amreli /Amareli: લગ્નની આવી કંકોત્રી નહી જોઈ હોય, આમા છે સાયબર ક્રાઇમથી બચવાનો ઉકેલ

Amareli: લગ્નની આવી કંકોત્રી નહી જોઈ હોય, આમા છે સાયબર ક્રાઇમથી બચવાનો ઉકેલ

X
પોલીસ

પોલીસ કપલે છપાવી સાયબર કંકોતરી

અમરેલી જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા નયનભાઇ સાવલિયાએ ડિજિટલ સાયબર કંકોત્રી બનાવી છે. પોતાનાં લગ્નની અનોખી કંકોત્રી બનાવી લોકોને સાયબર ક્રાઇમથી બચાવ અને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

Abhishek Gondaliya, Amareli: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં લગ્ન થઇ રહ્યાં છે. તેમજ લગ્નમાં કંકોત્રી પાછળ મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે. દરેક વ્યક્તિ પોતાનાં લગ્નમાં યુનિક કંકોત્રી બનાવવાનું વિચારતા હોય છે. તેમજ વિવિધ સંદેશ સાથે પણ લોકો કંકોત્રી બનાવતા હોય છે. ત્યારે અમરેલીનાં પોલીસ કર્મચારી નયનભાઇ સાવલિયાએ અનોખી કંકોત્રી બનાવી છે. નયનભાઇએ લોકોમાં સાયબર ક્રાઇમને લઇ લોકોમાં જાગૃતિ આવે તે માટે ડિજિટલ સાયબર કંકોત્રી બનાવી છે.

નયનભાઇ સાવલિયા 2019 થી પોલીસમાં જોડાયા

સાવરકુંડલનાં ગાધકડાનાં વતની નયનભાઇ સાવલિયા વર્ષ 2019થી ગુજરાત પોલીસમાં જોડાયેલા છે. અમરેલી જિલ્લામાં ફરજ બજાવી રહ્યાં છે. વર્ષ 2021 સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બનાવી રહ્યાં છે.

7 ફેબ્રુઆરીનાં રોજ લગ્ન થશે

નયનભાઇ સાવલિયાનાં લગ્ન દલખાણિયાનાં ધારાબેન સાંગાણી સાથે તારીખ 7 ફેબ્રુઆરીનાં રોજ થશે. ધારાબેન પણ પોલીસમાં જોડાયેલા છે. હાલ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. લગ્નની કંકોત્રી બની ગઇ છે.નયનભાઇની લગ્ન કંકોત્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

ડિજિટલ સાઇબર કંકોત્રી બનાવી

નયનભાઇ સાવલિયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. હાલ સાયબર ક્રાઇમનાં કેસ વધી રહ્યાં છે. પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે નયનભાઇએ પોતાનાં લગ્નની ડિજિટલ સાયબર કંકોત્રી બનાવી છે.લગ્નની તારીખ અને વિધીની માહિતી સાથે કંકોત્રીનાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કંકોત્રીમાં સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ સહિતની માહિતી આપવામાં આવી છે.

સાયબર ક્રાઇમનો લોકો ભોગ ન બને તેવો પ્રયાસ

નયનભાઇ સાવલિયાએ કહ્યું હતું કે, કંકોત્રીનાં માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને અને જાગૃત થાય તે જરૂરી છે.
First published:

Tags: Amreli News, Invitation card, Local 18, Marriages

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો