Home /News /amreli /અમરેલીના સાંસદને આવ્યો યુવતીનો અશ્લીલ વીડિયો કોલ, વાયરલ કરવાની પણ અપાઇ ધમકી

અમરેલીના સાંસદને આવ્યો યુવતીનો અશ્લીલ વીડિયો કોલ, વાયરલ કરવાની પણ અપાઇ ધમકી

સાંસદ કાછડિયાને કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો

સાંસદ કાછડિયાને કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેમને ઉપાડ્યો તો અચાનક જ અશ્લીલ વીડિયો શરૂ થઇ ગયો હતો.

    અમરેલી: સાંસદ નારણ કાછડિયા એક યુવતી અને તેની ગેંગની જાળમાં ફસાયા હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ગેંગે અશ્લીલ ક્લિપ બનાવી ફરતી કરવાની ધમકી આપી હતી. જેને પગલે સાંસદના પીએ વિશાલ સરધારાએ યુવતી સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, સાંસદ કાછડિયાને કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેમને ઉપાડ્યો તો અચાનક જ અશ્લીલ વીડિયો શરૂ થઇ ગયો હતો.

    સાંસદ નારણ કાછડિયા ઓફિસે બેઠા હતા ત્યાં તેઓ અરજદારોને મળી રહ્યા હતા. આ દરમિયાન તેમના મોબાઇલ પર એક અજાણી યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ રીસીવ કર્યા બાદ યુવતીના અશ્લીલ ચેનચાળા જોઇ તેમણે કોલ કાપી નાખ્યો હતો. થોડીવારમાં જ તેમને મેસેજ આવ્યો હતો કે, તમારો અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો છે અને સોશિયલ મીડિયા પર તેને ફરતો કરી દેવામાં આવશે. આ સાથે યુવતીએ તેમને બદનામ કરવાની ધમકીઓ આપવામા આવી હતી. જે બાદ સાંસદના પીએ વિશાલે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

    ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકથી 16 કિલો ચરસ ઝડપાયું

    નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર અજાણી સુંદર યુવતીઓ સાથે ચેટિંગ કરવાનું અમદાવાદના નેતાને ભારે પડ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, જમીન પર કામ કરતા નેતાને સોશિયલ મીડિયામાં અજાણી યુવતીઓ સાથે વાતો કરવાની ટેવ ભારે પડી છે. નેતા જ્યારે અજાણી યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા ત્યારે યુવતીએ અચાનક જ તેના કપડા ઉતારી દીધા હતા અને એ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.



    જે બાદ આ વીડિયો બતાવીને નેતાને બ્લેકમેઇલ કરીને પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. નેતાએ પોતાની શાખ બચાવવા માટે યુવતીને રૂપિયા આપી દીધા હતા પરંતુ અન્ય એક યુવતીએ પોર્ન વીડિયો બનાવીને નેતાને ફરીથી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ નેતાએ તપાસ કરાવતા આ ઘટનામાં હરિયાણાની મેવાતી ગેંગ હોવાની વાત સામે આવી હતી. (આ અંગે સંપૂર્ણ માહિતી અહીં વાંચો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમરેલી, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन