રાજન ગઢિયા, અમરેલી : અમરેલી જિલ્લામાં (Ameli) આવેલા ગીર નેશનલ (Gir) પાર્કની આસપાસના ગામોમાં અવારનવાર સિંહો (Lion) ચઢી આવતા હોય છે. આ સિંહોના વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થતા હોય છે. ખાસ કરીને અમરેલીનું ખાંભા ગામ સિંહોના આવનજાવન માટે કાયમ ચર્ચામાં રહેતું હોય છે ત્યારે ફરી એકવાર ખાંભાના (Khabmbha) ગામડામાં સિંહો આવી ચઢ્યા હતા. જોકે, આ વખતે તો સિંહોનું ટોળું ઉંચી વંડી ઠેકીને ઘરમાં ઘૂસી ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Viral) થઈ રહ્યો છે.
બનાવની વિગતો એવી છે કે અમરેલીના ખાંભાના નિગાળા ગામે સિંહોનું ટોળું આવી ગયું હતું. સિંહ અને પાઠડાના આ વીડિયોમાં આ ટોળું ઘરની 10 ફૂટ જેટલી દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યું હતું અને ઘરમાં આટાફેરા કર્યા હતા. આ સિંહોના વીડિયોએ ખૂબ ચર્ચા જગાવી છે. સિંહોનું ટોળું ઘરના પ્રાંગણથી કૂદકો મારીને છાપરા પર પણ ચઢ્યું હતું. સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો સામેના ઘરમાંથી ગ્રામીણોએ કેપ્ચર કર્યો હતો.
સિંહોએ આ મકાનમાં પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ લગભગ લગભગ 20 મિનિટ સુધી ધામા નાખ્યા હતા. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે સિંહોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જોખમ સર્જાયુ નહોતું ત્યારે વનવિભાગ માટે ગીર કાંઠાના ગામોમાં સિંહોની સુરક્ષા કરવી એ પડકાર બનીને ઉભર્યો છે.
આ વીડિયો સ્થાનિકોએ જ તૈયાર કર્યો હોવાથી વાયરલ વિષય વસ્તુ છે ત્યારે તેની ઘટનાની પુષ્ટી થઈ શકી નથી, તેમ છતાં વાયરલ વીડિયો અનુસાર આ ઘટના ગઈકાલ રાત્રિની જ છે તેમ છતાં વનવિભાગ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર