અમરેલી: અમરેલીમાં ખુલ્લા કુવા સિંહ માટે કબર સમાન સાબિત થઈ રહ્યા છે. ખાંભાના તુલસીશ્યામ રેન્જના કોટડા ગામે 40 ફૂટ ઉંડા કુવામાં સિંહ અને સિંહણ ખાબક્યા હતા. ખેડૂત દ્વારા સિંહને બચાવવા મરણિયા પ્રયાસ કરાયો હતો, પરંતુ પાણી ડૂબી જવાથી બંન્નેના મોત નિપજ્યા છે. વનવિભાગ દ્વારા બંન્નેના મૃતદેહને પીએમ માટે સફારી પાર્ક મોકલી દેવાયા છે. આ ઘટનાને લઈ સિંહપ્રેમીઓમાં ભારે દુખની લાગણી જોવા મળી છે.
ખુલ્લા કુવામાંથી સિંહ અને સિંહણના મૃતદેહો મળ્યા
ખેડૂતોના ખુલ્લા કુવા સિંહો માટે મોતના કુવા બન્યા છે. ખાંભાના તુલસી શ્યામ રેન્જના કોટડા ગામના ખુલ્લા કૂવામાં બે સિંહો ખાબકયા હતા. ખુલ્લા કુવામાંથી સિંહ અને સિંહણના મૃતદેહો મળ્યા હતા. કોટડા ગામની ખેડૂતની વાડીમાં સિંહ સિંહણના મૃતદેહો મળ્યા હતા. સિંહણના મોત બાદ રાત્રિએ સિંહનો એ જ કુવામાંથી મૃતદેહ મળ્યો હતો.
કુવામાં ખાબકેલા સિંહને બચાવવા ખેડૂતે કર્યો હતો પ્રયાસ
સિંહણના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહનો મૃતદેહ પાણીમાં ઉપર આવ્યા બાદ વનવિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. 40 ફૂટના ખુલ્લા કૂવામાં 20 ફૂટ પાણીમાં સિંહ-સિંહણના ડૂબી જતાં મોત થયા હતા. કુવામાં ખાબકેલા સિંહને બચાવવા ખેડૂત દ્વારા મરણિયા પ્રયાસ કરાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઘટનાને પગલે વનવિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સિંહ-સિંહણના મૃતદેહને પી.એમ.અર્થે સફારી પાર્ક ખસેડાયા હતા. સિંહ-સિંહણના મોતથી સિંહપ્રેમીઓમાં હતાશા પ્રસરી છે.