Home /News /amreli /Video: અમરેલીમાં ખેડૂતોએ સિંહના ટોળાને ઉભી પૂછડીએ ભગાડ્યા, પશુનો બચાવ્યો જીવ

Video: અમરેલીમાં ખેડૂતોએ સિંહના ટોળાને ઉભી પૂછડીએ ભગાડ્યા, પશુનો બચાવ્યો જીવ

હાલ આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

lion Viral video: લોકો વીડિયો જોઇને ખેડૂતોની હિંમતને દાદ આપી રહ્યા છે.

અમરેલી: ગુજરાતમાં સાવજોનાં રહેણાંક વિસ્તારોમાં ફરતા હોવાના અનેક વીડિયો વાયરલ થાય છે. પરંતુ અમરેલીનાં રાજુલામાં પાંચ સિંહો મળીને અબોલ પશુનો મારણ કરવાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ખેડૂતની બહાદુરીનાં કારણે સિંહોનાં ટોળાથી અબોલ પશુનો જીવ બચ્યો છે. હાલ આ વીડિયોની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

અમરેલીનાં રાજુલાના ભેરાઇ ગામમાં 5 સિંહો ઘૂસ્યા હતા અને એક અબોલ પશુનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાંચ સિંહોએ તરાપ મારીને પશુને પાડી દીધું હતુ. પરંતુ તેમનો શિકાર અધૂરો રહ્યો હતો. કારણ કે, ખેડૂત જાગી જતાં સિંહોને પાછું ફરવું પડ્યું હતું.

આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, રાજુલાનાં એક ગામમાં પાંચ સિંહોનું ટોળું આવી ગયુ હતુ. તેઓ મોડી રાતે શિકારની શોધમાં હતા. જેથી સામેથી આવતા અબોલ પશુને પાડીને તેની પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: પત્ની બીજા લગ્ન કરી રહી હતી અને અચાનક પતિ ત્યાં પહોંચ્યો

તે સમયે ચિંચયારીઓનાં અવાજથી ખેડૂતો જાગી ગયા હતા અને પોતાના ઘરની ઉપર ચઢી જઇને સિંહના ટોળાને ડિચકાર્યા હતા. જેનાથી સિંહો પોતાનું મારણ ત્યાંજ મૂકીને ભાગી ગયા હતા. જેનાથી અબોલ પશુનો જીવ બચી ગયો.



હાલ આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. લોકો વીડિયો જોઇને ખેડૂતોની હિંમતને દાદ આપી રહ્યા છે. આ વીડિયોની ચર્ચા વાયુવેગે પ્રસરી રહી છે.
First published:

Tags: અમરેલી, ગુજરાત, વાયરલ વીડિયો