Home /News /amreli /Amreli: અમરેલીની અમર ડેરી ખેડૂતોને આપી રહી છે ખાસ તાલીમ, પશુપાલકોને ચૂકવે છે 204 કરોડ !

Amreli: અમરેલીની અમર ડેરી ખેડૂતોને આપી રહી છે ખાસ તાલીમ, પશુપાલકોને ચૂકવે છે 204 કરોડ !

મધમાખી ઉછેરની તાલીમ ડેરી ખાતે આપવામાં આવે છે

અમર ડેરીમાં દૂધની સાથે સાથે વિવિધ તાલીમ કેન્દ્રો પણ ચાલી રહ્યા છે. આ તાલીમ કેન્દ્રોમાં ખેડૂતોને મધ ઉછેરની તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેનો 248tthi વધુ ખેડૂતોએ લાભ પણ લીધો હતો, તો 140 જેટલાં ખેડૂતો ઓનલાઇન તાલીમ પણ મેળવી રહ્યા છે. આ તાલીમ થાકી ખેડૂતો ખેતીની સાથે સાથે મધ ઉછેર ક?

વધુ જુઓ ...
    Abhishekh Gondaliya, Amreli: શ્વેત ક્રાંતિમાં ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે. ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રમાં ખુબ જ કામ થયું છે. ગુજરાતમાં અનેક ડેરીઓની સ્થાપના થઇ છે જેના કારણે પશુપાલકોને દૂધનાં સારા એવા ભાવ મળી રહ્યા છે, આવી જ એક અમર ડેરી અમરેલીમાં આવેલી છે. અમર ડેરીમાં દૂધની સાથે સાથે વિવિધ તાલીમ કેન્દ્રો પણ ચાલી રહ્યા છે. આ તાલીમ કેન્દ્રોમાં ખેડૂતોને મધ ઉછેરની તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેનો 248tthi વધુ ખેડૂતોએ લાભ પણ લીધો હતો, તો 140 જેટલાં ખેડૂતો ઓનલાઇન તાલીમ પણ મેળવી રહ્યા છે. આ તાલીમ થાકી ખેડૂતો ખેતીની સાથે સાથે મધ ઉછેર કરીને પણ સારી એવી આવક મેળવી શકશે.

    પશુ પાલકોને ચુકવે છે માતબર રકમ

    અમર ડેરીમાં વર્ષે કુલ 204.12 કરોડ જેટલી માતબર રકમ દૂધ પેટે પશુપાલકોને ચૂકવવામાં આવે છે. અમર ડેરીનું ટર્નઓવર જોઈએ તો વર્ષ 2021 22 માં રૂપિયા 305.94 કરોડ રૂપિયા થયેલું છે જેમાં કાચો નફો ઘસારા વગર 18 કરોડ 21 લાખ રૂપિયા થયેલો છે. તો ચોખ્ખો નફો 9 કરોડ 60 લાખ રૂપિયા થયેલો છે અને 15% લેખે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. સાથે જ પોસ્ટ ઓફ મેનેજમેન્ટ પ્રતિ એક રૂપિયે 17 પૈસા ખર્ચ થયેલો છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા એ જણાવ્યું હતું કે અમર ડેરીની અંદર દાણ ફેક્ટરી પણ આવેલી છે, જે 300 મેટ્રિક ટન ઉત્પાદનની પ્રતિદિન કેપેસિટી ધરાવે છે. વર્ષ 2021માં કુલ દાણ વેચાણ 15,603 મેટ્રિક ટન થયું હતું જેમાં અમર પાવર દાનની કુલ પડતર કિંમત 1070 થાય છે જેમાંથી રૂપિયા 150 પ્રતિ બેગે સબસીડી આપવામાં આવે છે.અમર પાવર દાણ સબસીડી રૂપિયા 1 કરોડ 57 લાખની છે.

    અમર ડેરી વિવિધ કર્યો પણ કરે છે

    અમર ડેરી દ્વારા વેટનરી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે જેમાં કુલ ચાર વેટનરી ડોક્ટર્સની ટીમો જિલ્લાના ચાર અલગ અલગ ઝોનમાં કાર્યરત છે જેમાં 964 પશુ સારવાર કેમ્પ ઉભા કરાયા છે. આજ સુધીમાં સાથે જ પશુ સારવાર એટલે કે રસીકરણ 66,000 થી વધુ પશુઓમાં અમર ડેરી દ્વારા રસીકરણ કરવામાં આવ્યું છે ડેરી ફાર્મિંગ યુનિટમાં બાર દુધાળા પશુઓને સહાય યોજના વર્ષ 2018-19 થી યોજના શરૂ કરવામાં આવેલી છે. કુલ 75 ડેરી ફાર્મિંગ કાર્યરત છે જેમાં 75 લાભાર્થીઓને બે કરોડ 63 લાખ રૂપિયા સહાય પેટે સબસીડી ચૂકવવામાં આપેલ છે સાથે જ અમર ડેરીમાં હની ફાર્મ આવેલું છે. કુલ 42 વીઘામાં 8000 અલગ અલગ હોવાથી આયુર્વેદિક અને અન્ય જાળ ઉછેરી ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં લીંબુડી 400 મગફળી 380 દાડમ 500 સીતાફળ 180 બોરડી 400 નારીયાળી 155 ચીકુડી 280 સરગવા 100 ખારેક 110 નું વાવેતર પણ કરવામાં આવ્યું છે.

    કોરોનામાં પણ ચાલુ રાખ્યું હતું દૂધ સ્વીકારવાનું કામ

    કોરોનાની મહામારી સમયમાં દૂધના પ્રાઇવેટ વેપારીઓ માહી મિલ પ્રોડ્યુસર કંપની જેવી એજન્સીઓ દૂધ લેવાનું બંધ કરેલું પરંતુ અમર ડેરી દ્વારા એક પણ દિવસ દૂધ સ્વીકારવાનું બંધ કર્યું ન હતું જે લોકો અમર ડેરીના સભાસદો ન હતા અને પ્રાઇવેટ ફેરિયાઓ કે માહી મિલ્કમાં દૂધ ભરતા તે સભાસદો ખેડૂતોનું દૂધ ઉત્પાદન કરીને તમામ પશુપાલકોને આવક પૂરી પાડવાનું મહત્તમ કામ કરેલું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन