અમરેલી જિલ્લાનાં દરિયામાં શિયાળબેટ છે. આ બેટ ઉપર બે દાયકા પહેલા એક પણ શિયાળ ન હતાં. આજે અહીં 100ની આસપાસ શિયાળ છે. તેમજ શિયાળબેટ પર પાણી, વીજળીની સુવિધા પણ ઉભી કરાઇ છે. બેટ પર 15,000ની વસ્તી છે.
Abhishek Gondaliya, Amreli: મધદરિયે સમુદ્ર નગરી શિયાળબેટ આવેલ છે. જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પીપાવાવ પોર્ટની સામે દરિયામાં આવેલા નાનકડા શિયાળબેટની ચારે બાજુ સમુદ્ર આવેલ છે. આ બેટ પર માનવ વસવાટ છે.શિયાળબેટ જવા આવવા માટે નાવડી, હોડીમાં જવુ પડે છે. બેટમાં જોવાલાયક બીચ પણ આવેલ છે. બેટ પર 15,000થી વધુ લોકોની વસ્તી છે. મોટાભાગનાં લોકો માછીમારી કરી ગુજરાન ચલાવે છે. 2000થી વધુ રહેણાકી મકાન આવેલ છે .
શિયાળબેટ પર બે દાયકા પહેલા એક પણ શિયાળ ન હતું, આજે આટલા શિયાળ
શિયાળબેટમાંબે દાયકા પહેલા શિયાળબેટ પર એક પણ શિયાળ ન હતુ. પણ અત્યારે શિયાળબેટ પર અંદાજિત 70થી100 શિયાળ, 200 ગાય, ભૂંડ અને મોર જોવા મળે છે. બેટમાં ચારે તરફ દરિયાનું ખારું પાણી છે. બેટમાં એક ગુપ્ત ગંગા તરીકે ઓળખાતું ઝરણું પણ આવેલું છે. તો બેટમાં પીવા લાયક મીઠું પાણી પણ છે. શિયાળ બેટમાં એક થાનકી વાવ કરીને વાવ પણ આવેલી છે.
વીજળી પહોચાડવામાં આવી છે
શિયાળબેટમાં દરિયા મારફતે 6.5 કિલોમીટર વીજ વાયર થકી વીજળી પહોંચાડવામાં આવી છે. અહીં હિન્દુ મંદિરોના અવશેષો ઠેર ઠેર જોવા મળે છે.જૈન ધર્મની પ્રાચીન મૂર્તિ પણ આવેલ છે. અમદાવાદ તેમજ રાજ્યમાંથી લોકો અહીં ફરવા માટે આવતા હોય છે.લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ શિયાળબેટ 98 થી 100 હેક્ટર જમીનમાં પથરાયેલ છે.સ્થાનિક લોકો પીપાવાવ પોર્ટ પર રોજગારી માટે આવે છે.