Home /News /amreli /Amreli: સિંહણનો અવેડા પર ઊભા રહીને પાણી પીતો વીડિયો વાયરલ

Amreli: સિંહણનો અવેડા પર ઊભા રહીને પાણી પીતો વીડિયો વાયરલ

સિંહણ દ્વારા તરસ છીપવવા પાણી નું કુંડી પર ચડી પીધું પાણી 

સાવરકુંડલા તાલુકો ગીર વિસ્તારની અંદર આવતો તાલુકો હોવાને લઈને સાવરકુંડલા તાલુકો તેમજ આજુબાજુના તાલુકાની અંદર રેવન્યુ વિસ્તારની અંદર સિંહ આવી જતા હોય છે.

    Abhishek Gondaliya Amreli. આપણે સિંહને પાણી પીતા અનેક વખત વીડિયોમાં તેમજ લાઈવ દ્રશ્યોમાં જોયા હશે પણ આ વખતે સિંહ દ્વારા પાણી પીવા માટે પશુ માટે બનાવવામાં આવેલા હવાડા ઉપર ચડી કુંડી ઉપર ચડી સિંહણે પાણી પીધું હોવાનું સામે આવ્યું હતું. સિંહણે પોતાની તરસ  અવેડા પર ચડી પાણી પીને છીપાવી હતી.  અમરેલી જીલ્લો ગીર વિસ્તારની અંદર ગણાતો જિલ્લો છે અમરેલી જિલ્લાના 10 જેટલા તાલુકામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. ત્યારે અવારનવાર સિંહ નો વિડીયો વાયરલ થતો હોય છે ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થયો હતો.

    સાવરકુંડાર શહેરના મહુવા રોડ ઉપર આવેલા એક પશુના રહેણાંક પશુ ખાનામાં બનાવવામાં આવેલી પશુને પાણી પીવા માટેની કુંડી ઉપર ચડી અને સિંહ પાણી પીતો હોવાનો વિડિયો સામે આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો પોતાના કેમેરામાં કેદ થયો હતો ને હાલ અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો વાયરલ થયો હતો. સિંહો અવારનવાર સાવરકુંડલા શહેરી વિસ્તારના ગ્રામીણ વિસ્તારની અંદર આવી ચડતા હોય છે પશુઓનું મારણ કરવા માટે આવી આવી ચડતા હોય છે.




    સિંહણ દ્વારા કુંડી પર ચડી નિર્ભય રીતે પાણી પીધું

    સાવરકુંડલા શહેરમાં થોડા દિવસો પૂર્વે રેલવે ટ્રેક પાસે સિંહણ દેખાયા હોવાનો વિડિયો પણ વાઇરલ થયો હતો એવા નવા સાવરકુંડાના ગ્રામીણ વિસ્તારો ની અંદર શીકાર શોધમાં સિંહ આવી ચડતા હોય છે સિંહ ગ્રામીણ વિસ્તારોમાં આવતા હવે સ્થાનિક માં ફફડાટ ફેલાયો સિંહ દ્વારા મનુષ્ય પર ના હુમલા નહિવત જેવા સામે આવ્યા છે ત્યાર આ સિંહ આવી ચડતા હવે સ્થાનિક લોકો તેમજ ખેડૂત માં મુશ્કેલીવધી છે ખેડૂત દ્વારા પોતાના ખેતર જમીન માં રાત્રી ના સમય માં જવું મુશ્કેલ બન્યું છે...
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Lioness

    विज्ञापन
    विज्ञापन