અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સિંહ આવી ચડ્યો હતો. સ્થાનિક લોકોએ સિંહનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Abhishek Gondaliya. Amreli: જંગલ વિસ્તારના જિલ્લામાં સિંહ સહિતના વન પ્રાણી આવી ચડતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સિંહ આવી ગયો હતો.સિંહનો વીડિયો સ્થાનિક કોલોએ કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે.
અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ વસવાટ કરે છે. સિંહ શિકારની શોધમાં હવે ગ્રામીણ વિસ્તારની અંદર આવી પહોંચે છે અને સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે આજે વધુ એક વીડિયો વાયરલ થયુ છે.
પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સિંહ દેખાયો
હાઈવે ઉપર સિંહ શિકારની શોધમાં નીકળતા વાહનોના ટાયર થોભી ગયા હતા. સ્થાનિક વ્યક્તિએ સિંહ લટાર મારતો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો. પીપાવાવ પોર્ટ વિસ્તારની અંદર સિંહ આવી ચડતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેંકાઈ ગયો છે. હાઇવે ઉપર સિંહ આવી ચડતા અકસ્માતનો ભય વધ્યો છે.