Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા તાલુકાના સેન્જળ ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દિવસના સિંહ આવી ચઢ્યો હતો અને ફાર્મ હાઉસમાં લટાર મારી હતી. ફાર્મ હાઉસમાં આવેલા સિંહનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.
જંગલ નજીક આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ આવીચઢતા હોય છે. તેમજ પશુઓનો શિકાર કરે છે. આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. રાત્રિના સમય સિંહ આવ્યા અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતુ આજે સાવરકુંડલા તાલુકાના સેન્જળ ગામમાં દિવસના સિંહ આવી ચઢ્યો હતો. સેન્જળ ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં સિંહે લટાર મારી હતી. સિંહ આવવાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. જેને કારણે સ્થાનિક લોકો પણ સિંહ જોવા પહોંચી ગયા હતા. ફાર્મ હાઉસમાં આવેલ સિંહનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
રાત્રી બાદ હવે દિવસના પણ સિંહ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. દિવસના સિંહ આવતા લોકોમાં ભયનો માહોલ છે. જોકે જંગલની બહાર સિંહ આવતા તેમની પજવણીની ઘટનાઓ પણ સામે આવી રહી છે.