ગ્રામીણ વિસ્તારોની અંદર સિંહ હવે લટાર મારતા વિડીયો વાયરલ
એક વીડિયો આપણા અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક સાથે પાંચ સિંહો રસ્તો પસાર કરી પસાર થઇ રહ્યાં છે. આ રસ્તા પરથી પસાર થતા લોકોએ પોતાના ફોનમાં વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
Abhishek Gondaliya Amreli.: આજના સ્માર્ટફોનમાં કોઇપણ વીડિયો વાયરલ થતાં માત્ર મિનિટોનો સમય લાગે છે. ખાસ કરીને એવી વસ્તુઓ વધુ વાયરલ થાય જે અન્ય લોકો ઘરબેઠા નિહાળી શકતાં નથી, જેમ કે વન્ય પ્રાણીઓ જોવા માટે જંગલ કે પાર્કની મુલાકાત લેવી પડે પરંતુ મોબાઇલ ફોનના કારણે વાયરલ વીડિયો ઘરબેઠા જોઇ શકો છો. ત્યારે આવો જ એક વીડિયો આપણા અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક સાથે પાંચ સિંહો રસ્તો પસાર કરી પસાર થઇ રહ્યાં છે. આ રસ્તા પરથી પસાર થતા લોકોએ પોતાના ફોનમાં વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સિંહોને લટાર મારતાં જોઇને લોકોને મનમાં એક સવાલ જરૂર થયો હશે કે વનરાજા ક્યાં ઉપડ્યા..?
અમરેલી જિલ્લાના 11 જેટલા તાલુકાની અંદર સિંહ લટાર મારી રહ્યા હોય છે. ત્યારે આજે વધુ એક સિંહ લટાર મારતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. બગસરાના ગામ નજીક પાંચ જેટલા સિંહો રોડ ઉપર નીકળ્યા હતા જે સ્થાનિક વ્યક્તિઓએ, વટેમાર્ગોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ સિંહનો વિડિયો હાલ અમરેલી ગીર વિસ્તારની અંદર ખૂબ જ વાયરલ થયો છે. હુંલરીયાના સરંભડા માર્ગ પર રાત્રિના સમયે સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા અને એ વિડીયો હાલ વાઇરલ થયો છે.
બગસરા તાલુકાના હુંલરીયાના સરંભડા રોડ ઉપર આ પાંચ સિંહ શિકારની શોધમાં વાડી વિસ્તાર અને રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન જ્યાંથી પસાર થતા સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો છે. બગસરા પંથકની અંદર હવે સિંહને લટાર મારતા અનેક વખત તો વિડીયો સામે આવી રહ્યા છે. હાલો જંગલ વિસ્તારની અંદર અને ગ્રામીણ વિસ્તારની અંદર સિહોની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. અને શોધમાં હવે રેવન્યુ વિસ્તારની અંદર આવી ચર્ચા હોવાના અનેક કિસ્સાઓ સામે ત્યારે આજે બધું એક આ વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો હતો