અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે મધ્ય રાત્રે ગામમાં સિંહ આવી ચડ્યા હતા અને સિંહે પશુઓનું મારણ કર્યું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.બાદ આ વિડીયો વાયરલ થયો છે.
Abhishek Gondaliya. Amreli: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અનેક વખતે સિંહ આવી ચડતા હોવાની ઘટના બનતી રહે છે. તેમજ સિંહના શિકારના વિડીયો વાયરલ થયા છે ત્યારે રાજુલાના ગ્રામીણ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલા સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને વિડીયો વાયરલ થયો છે.
રાજુલાના રામપરા ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહ આવ્યા
અમરેલીના વિસ્તારોમાં સિંહના આટા ફેરા હવે વધવા લાગ્યા છે. શોધમાં જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે મધ્ય રાત્રે ગામમાં સિંહ આવી ચડ્યા હતા અને સિંહે પશુઓનું મરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને હાલ આ વિડીયો અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વાયરલ થયો છે.
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો
અમરેલી જિલ્લાની અંદર હાલો સિંહનો વસવાટ વધી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારો માં સિંહનો વસવાટ વધી રહ્યો છે.સિંહ પ્રેમીમાં એક આનંદની વાત જોવા મળી રહે છે.સિંહની સંખ્યામાં વધારો થયો છે. રાજુલા તાલુકાના રામપરા, ભેરાઈ, પીપાવાવ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારો હવે પોતાનો વસવાટ કરી રહ્યા છે. અનેક વખત આ પીપાવાવપોર્ટ આજુબાજુના વિસ્તારમાં સિંહો આવી ચડિયાની ઘટના સામે આવી છે.