જાફરાબાદના બંદર ઉપર આગમચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદ,પીપાવાવ, રાજુલા દરિયા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Abhishek Gondaliya. Amreli : અમરેલી જિલ્લામાં બે દિવસ થવા વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટાને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ ફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જેથી દરિયા કાંઠે તંત્ર એલર્ટ થયું છે. જાફરાબાદના બંદર ઉપર આગમચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદ,પીપાવાવ, રાજુલા દરિયા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો હતો.આગાહીના પગલે સાગર ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ખેડૂતોને સાવધાન કર્યા
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદી આગાહી કરવામાં આવી છે.અમરેલીના દરિયાઈ કાંઠા વિસ્તારમાં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખેડૂતોની જણસીને કોઈ નુકસાન ન પહોંચે તે માટે સાવચેત રહેવા સૂચનો આપવામાં આવ્યા છે.
માર્કેટીંગ યાર્ડને તાકીદ કરાઈ
અમરેલી હવામાન વિભાગની આગાહી પગલે તંત્રએ દરેક માર્કેટીંગ યાર્ડ અને ખરીદ વેચાણ સંઘને ગોડાઉનમાં જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા તાકીદ કરી છે. તેમજ નુકસાન ન પહોંચે તેની તાકેદારી રાખે તેવી સૂચના આપી છે.