આલીદર ગામમાં સિંહ આવી ચડ્યો હતા અને એક દુકાનની છત ઉપર ચડી ગયો હતો. બાદ નીચે ઉતરી રહેણાંક વિસ્તારમાં લટાર મારી હતી. આ ઘટના લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલ આ વીડિયો વાયરલ થયો છે.
Abhishek Gondaliya, Amreli: સિંહ હવે જંગલ વિસ્તાર છોડી ગ્રામીણ વિસ્તાર તરફ શિકારની શોધમાં આવી ચડે છે. ગીર વિસ્તારમા આવેલા આલીદર ગામમાં મધ્ય રાત્રે સિંહ આવી ચડિયો હતો. ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનના છત ઉપર સિંહ ચડી જતા ગામમાં ફફડાટ ફેલાયો હતો. ગામની શેરીઓમાં પણ સિંહે લટાર મારી હતી.
વીડિયો વાયરલ થયો
અમરેલી અને ગીર સોમનાથ વચ્ચે આવેલા આલીદર ગામમાં આવેલા બસ સ્ટેન્ડ પાસેની દુકાન ઉપર મધ્ય રાત્રે સિંહ ચડી ગયો હતો. આ ઘટના સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં વિડીયો કેદ કરી લીધો હતો. તેમજ રહેણાંક વિસ્તારમાં લટાર મારી હતી. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.
સિંહને જોઇ શ્વાન ભસવા લાગ્યાં
સિંહને રસ્તા પર જોઈને શેરીમાં બેઠેલા શ્વાન ભસવા લાગ્યા હતા. જેથી શ્વાનનો અવાજ સાંભળી સિંહ જંગલ તરફ રવાના થયો હતો.
આલીદર ગામમાં બે પશુનું મારણ કર્યું
આલીદર ગામમાં બે પશુનુ સિંહ મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. બાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં જતા રહ્યો હતો. અવારનવાર ગામમાં સિંહ આવી જતા ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.