Home /News /amreli /Amreli: આ ખેડૂતે એવું તો શું કર્યું કે વીજ બિલ થઈ ગયું ઝીરો, કારણ છે જાણવા જેવું
Amreli: આ ખેડૂતે એવું તો શું કર્યું કે વીજ બિલ થઈ ગયું ઝીરો, કારણ છે જાણવા જેવું
18 થિ 20 હજાર બિલ આજે 0 રૂપિયા બિલ આવ્યું
સાવરકુંડલાના મોટા ભમોદરા ગામના ખેડૂતે પોતાના નિવાસ્થાને સોલાર લગાવી પ્રતિ મહિને મહિને રૂપિયા 18000થી હજારથી વધુની બચત થઇ છે અને અન્ય લોકોને પણ રાહ ચીંધી છે.
Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામના ખેડૂતે પોતાના નિવાસ્થાને સોલાર લગાવી છે.પરિણામે વીજ બિન શૂન્ય આવી રહ્યું છે.મહિને 18000થી હજારથી વધુની બચત થઇ છે.સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં રહેતા ખેડૂતો ભાવેશભાઈ દ્વારા પોતાના નિવાસ્થાનનું બિલ 18 થી 20 હજાર રૂપિયા પ્રતિ બે મહિને આવતું હતું.
હાલ સોલારનો ઉપયોગ કરવાની માહિતી મેળવી હતી.બાદ સોલારનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. સબસીડી સાથે બે લાખ રૂપિયાનો ખર્ચ કરી અને પોતાના નિવાસસ્થાને 6 કિલો વોટની સોલાર પેનલ લગાવી હતી.
આ સોલાર પેનલથી ઘરના તમામ વીજ ઉપકરણો ચલાવવામાં આવી રહ્યા છે.જેમાં એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન સહિતના તમામ વીજ ઉપકરણોનો સમાવેશ થાય છે. પ્રતિ બે મહિને પીજીવીસીએલ દ્વારા આપવામાં આવતું 18 થી 20 હજાર રૂપિય નું બિલ હાલ ઝીરો રૂપિયા આવે છે.
અન્ય ખેડૂતોને પણ અનુરોધ કર્યો છે
ખેડૂત ભાવેશભાઈ દ્વારા ખેડૂતોને પણ પોતાના ખેત વિસ્તારની અંદર પિયત માટેના મોટર તેમજ અન્ય વીજ ઉપકરણો લગાવવા માટે સોલાર પેનલ લગાવવાનો અનુરોધ કર્યો છે. જેથી ખેડૂતોને અન્ય ખર્ચ માંથી છૂટકારો મળી રહે છે.તેમજ લોકોને પોતાના ધરે સોલાર લગાડવા કહ્યું હતું અને તેના ફાયદા કહ્યા હતા.
12 થી 17 વર્ષ સુધીની મર્યાદા છે
સોલાર પેનલની 12 થી 17 વર્ષ સુધીની મર્યાદા છે. ત્યાં સુધી સહેલાઈથી પાવર સપ્લાય પૂરો પાડે છે. ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, છ મહિનાથી સોલાર પેનલ લગાવવામાં આવી છે અને વીજ બીલમાં ખૂબ જ રાહત મળી છે. અન્ય ગામના વ્યક્તિઓને વાત કરવામાં આવતા ગામના ત્રણથી ચાર વ્યક્તિ દ્વારા પોતાના નિવાસ્થાને સોલાર પેનલનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.