Home /News /amreli /અમરેલીના આ ગામમાં મહિલાઓ માટે શરૂ કરાયું હીરાનું કારખાનું, ઘર આંગણે મેળવી રહી છે પગાર

અમરેલીના આ ગામમાં મહિલાઓ માટે શરૂ કરાયું હીરાનું કારખાનું, ઘર આંગણે મેળવી રહી છે પગાર

આ ગામમાં 10થી 15 મહિલાઓ હીરાના કારખાનામાં કામ કરે છે

સાવરકુંડલાના વંડા ગામે એક વર્ષ થી શરૂ કરવામાં આવ્યું મહિલાઓ માટેનું હીરાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ કારખાનું સતાધાર ડાયમંડ ના માલિક લાલજીભાઈ જાદવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

    Abhishek Gondaliya Amreli: સાવરકુંડલાના વંડા ગામે એક વર્ષ થી શરૂ કરવા માં આવ્યું મહિલાઓ માટેનું હીરાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે આ કારખાનું સતાધાર ડાયમંડ ના માલિક લાલજીભાઈ જાદવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું આશરે ૧૨ વર્ષ પહેલાં કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં મહિલાઓ માટેની રોજગારી પૂરી પાડવા માટે છેલ્લા એક વર્ષથી અલગ મહિલાઓ માટેનું કારખાનું કરવામાં આવ્યું હતું . એક વર્ષમાં 12 થી 15 જેટલી મહિલાઓ અહીં રત્નકલાકાર તરીકે કામ કરી અને પોતે આજીવિકા રોજ મેળવી રહી છે.

    મહિલાઓ માટે રોજગારીની તક ઘર આંગણે પૂરી પાડવાનો વિચાર આવતાની સાથે જ સતાધાર ડાયમંડના માલિક લાલજીભાઈ જાદવ દ્વારા આ ડાયમંડનું કારખાનું કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં એક અને બે મહિલાઓ આ કારખાનામાં આવતી હતી. ત્યાર બાદ ધીમે ધીમે સંખ્યા વધી અને 15 ની સંખ્યા થઈ છે.  તેમનું કહેવું છે કે ઘર આંગણે મહિલાઓ એક મહિનામાં 14000 સુધીની આવક મેળવે છે.  આ કામમાં  મહિલાઓ પુરુષો સાથે ખંભો મિલાવી અને કામ કરી રહી છે.



    વંડા ગામે સૌપ્રથમ સતાધાર ડાયમંડમાં મહિલાઓ માટેનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. રત્નકલાકાર મહિલાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે એક વર્ષથી આ કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા તેઓ ખેતી કામ કરી રોજીરોટી મેળવતા હતા, પરંતુ ધીમે ધીમે હીરા ઘસવાનું શરૂ કર્યું, એક મહિનાની તાલિમ બાદ હવે તેમાં પાવરધા થઇ ગયા છીએ. ઘર આંગણે મળી રહેલી આ રોજગારીને કારણે પરિવારને આર્થિક સપોર્ટ થાય છે અને બાળકો સ્કૂલમાં સારું શિક્ષણ મેળવતા થયા છે.



    સાવરકુંડલા તાલુકાના વડા ગામમાં 20 જેટલા અલગ અલગ ડાયમંડ સાથે સંકળાયેલા કારખાનું આવેલા છે. જેમાં સૌપ્રથમવાર સતાધાર ડાયમંડમાં મહિલાઓ માટે અલગથી કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. સતાધાર ડાયમંડના માલિક લાલજીભાઈ જાદવને મહિલાઓને રોજગારી પૂરી પાડવાનો વિચાર આવતાની સાથે જ જેવો દ્વારા અલગથી આ કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું અને હાલ 15 જેટલી મહિલાઓ આ ડાયમંડના કારખાને કામ કરી અને સારી આવક મેળવી રહી છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Diamond Business, અમરેલી, ડાયમંડ, મહિલા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन