Abhishek Gondaliya. Amreli. હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહેલી છે. વર્ષો પહેલા લગ્નની જાન છે જે બળદગાડામાં જતી હોય છે ઘોડા હોય છે અને સાથે ઘોડાગાડી હોય છે. જેની અંદર વર્ષો પહેલા લોકો જાન લઈને જતા હોય છે જે જાખી આજે પણ ગ્રામીણ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. સાવરકુંડલા તાલુકાના કલ્યાણપરાથી લીખાળા સુધી પાંચ કિલોમીટરના અંતરમાં વર્ષો જૂની પરંપરાગત રીતે બળદગાડામાં જાન નીકળી હતી.
પારસ ભાઈ નામના વ્યક્તિની જાન લીખાળા સુધી વર્ષો જૂની પરંપરાગત રીતે યોજાય હતી જેમાં 11 જેટલા બળદગાડાને શણગારવામાં આવ્યા હતા બળદ પર જુલ નાખવામાં આવી હતી. બળદના શિંગડાની અંદર પણ મોતીથી તૈયાર કરવામાં આવેલી જુલ નાખવામાં આવી હતી. સાથે જ ઘોડા હતા જેને શણગારવામાં આવ્યા હતા અને વર્ષો જૂના પોશાકો સાથે આ જાન નીકળી હતી.
આ જાન લીખાળા ગામ ખાતે ગોપીબેન જીતુભાઈ વસોયાને ત્યાં પહોંચી હતી ત્યારે ન્યુઝ 18 લોકલ સાથે ગોપીબેને વાત કરતા જણાવ્યું હતું કે પતિ જે વર્ષો જૂની પરંપરાગત રીતે અહીં જાન લઈને આવે છે જેથી તેઓ ખુશ છે. સાથે જ જેમના પિતાએ પણ જણાવ્યું હતું કે કંઈક અલગ રીતે આ જાન આવી રહી છે જેથી જેઓને ખૂબ જ ઉત્સાહ છે.
મતદાન જાગૃતિના લાગ્યા બેનર
11 જેટલા બળદ ગાડાઓને શણગાર કરવામાં આવ્યો હતો. અને સાથે જ હાલ ચૂંટણીનો માહોલ છે જેને લઇને બળદ ગાડાની વચ્ચે એક બેનર લગાવવામાં આવ્યા હતા. જે બેનરમાં અવશ્ય મતદાન કરવા જણાવ્યું હતું. હજુ પણ ગ્રામીણ વિસ્તારોની અંદર વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે વર્ષો જૂના પોશાક સાથે બળદ ગાડામાં હજુ પણ નીકળી રહી છે જાન.