Home /News /amreli /Amreli: મૃત્યુ પછી પણ જીવી ગયા વૃદ્ધ, બીજાના જીવનમાં કરી ગયા અજવાળા
Amreli: મૃત્યુ પછી પણ જીવી ગયા વૃદ્ધ, બીજાના જીવનમાં કરી ગયા અજવાળા
અમરેલીમાં વધુ એક નેત્રદાન કરવામાં આવ્યું
અમરેલી જિલ્લાના બટારવાડી વિસ્તારમાં રહેતા મનોજભાઈ ગોહિલનું નિધન થયું હતું. મનોજભાઈની ઈચ્છા પ્રમાણે પરિવારજનોએ તેમના ચક્ષુનું દાન કર્યું હતું અને ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
Abhishek Gondaliya, Amreli: અંગદાન મહાદાન ગણવામાં આવે છે. અંગદાન કરવાથી અન્ય વ્યક્તિઓની જિંદગીમાં નવી સુવાસ પથરાય છે. ચક્ષુદાન કરવાથી અન્ય વ્યક્તિઓને નવી રોશની મળે છ. ત્યારે આજે અમરેલી જિલ્લામાં નેત્રદાન કરવામાં આવ્યું હતું. અમરેલી સંવેદના ગ્રુપ દ્વારા જિલ્લામાં 94 ચક્ષુદાન લેવામાં આવ્યું હતું. બટારવાડી વિસ્તારમાં રહેતા મનોજભાઈ પોપટભાઈ ગોહિલ (ઉં.વ. 60)નું અવસાન કુદરતી રીતે થયું હતું મનોજભાઈની અંતિમ ઈચ્છા એવી હતી કે, પોતાનું આંખનું દાન કરવામાં આવે. મનોજભાઈનું નિધન થતાં પરિવાર દ્વારા તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવી હતી.
પરિવારે અંતિમ ઈચ્છા પૂર્ણ કરી
મનોજભાઈની અંતિમ ઈચ્છા મુજબ તેમનાં સંતાનો દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યા હતું. સ્વર્ગસ્થના પૂત્રી પુર્વીબેન એમ. ગોહિલ, પૂત્ર ઉદય એમ. ગોહિલે પિતાના નેત્રદાનના સંકલ્પ અંગે જાગૃતિ દાખવી હતી.
માચિયાળા પી.એચ.સી.ના હર્ષદભાઈ હડિયા તથા સિવિલ હોસ્પિટલના ડો. સતાણીના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક હતો. પેરેલિસિસને કારણે લાંબા સમયથી પથારી વશ રહેલાં મનોજભાઈનું રાત્રે અવસાન થયું હતું. જેથી તેમની ઈચ્છા મુજબ ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.
અમરેલી સંવેદના ગ્રુપ દ્વારા 94 ચક્ષુદાન લેવામાં આવ્યું
ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, ટ્રસ્ટી ધર્મેન્દ્ર લલાડિયા સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડ્યાએ કડકડતી ઠંડીમાં અડધી રાત્રે સેવા આપી હતી. ગોહિલ પરિવારે માનવતા મહેકાવતા સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે.