Home /News /amreli /Amreli: આ સમાચાર વાંચી મોમાં પાણી આવી જશે; યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો ભાવ

Amreli: આ સમાચાર વાંચી મોમાં પાણી આવી જશે; યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો ભાવ

પ્રથમ વખત માર્કેટિંગ યાર્ડ માં આવી 17 કિલો પાકી કેરી 

કડકડતી ઠંડી વચ્ચે સાવરકુંડલા યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. યાર્ડમાં વેપારીએ કેરી વેંચાણ માટે મુકી હતી. 17 કિલો કેરી યાર્ડમાં મુકી હતી. એક કિલોનાં 700 રૂપિયા ભાવ આવ્યાં હતાં.

Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા યાર્ડમાં કેસર કેરીની હરરાજી થઇ છે. વેપારીએ અમરેલીથી કેરી લાવી યાર્ડમાં મુકી હતી. યાર્ડમાં એક કિલો કેરીનાં 700 રૂપિયા ભાવ આવ્યાં હતાં. કુલ 17 કિલો કરી આવી હતી.

ચાલુ વર્ષે કેસર કેરીને અનુરૂપ વાતાવરણ છે. તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન થયા છે. આંબામાં મોર સારા આવ્યાં છે. કેટલાક બગીચામાં ખાખડી થવા લાગી છે. તેમજ આગોતરા ફૂટેલા આંબામાં કેરી આવી ગઇ છે. તેમજ કેરીનાં ફળ મોટા થઇ ગયા છે. પોરબંદરની બજારમાં કેસર કેરી આવી હતી. બાદ સાવરકુંડલાની બજારમાં કેસર કેરીનું આગમન થયું છે. ભરશિયાળે કેસર કેરી આવી ગઇ છે.

શું કહ્યું વેપારીએ ?

સાવરકુંડલાનાં વેપારી ઇમ્તિયઝભાઇ દલે જણાવ્યું હતું કે, આજે સાવરકુંડલા યાર્ડમાં કેરી વેંચાણ માટે મુકી હતી. કેરી અમરેલીથી લાવ્યો હતો. 17 કિલો કેરી હતી. સારા ભાવ મળ્યાં છે.  એક કિલોનાં 700 રૂપિયા ભાવ મળ્યાં છે. કુલ 17 કિલોનાં 11,900 રૂપિયા મળ્યાં છે.

એકાદ માસમાં ખાખડી બજારમાં આવવા લાગશે

અમરેલી અને સોરઠમાં કેરીનાં આંબામાં સારો ફાલ છે. તેમજ મરી જેવડી ખાખડી દેખાવા લાગી છે. તેમજ કેટલાક આંબામાં ખાખડી તૈયાર થઇ ગઇ છે. તાલાલા વિસ્તારમાં આંબામાં ખાખડી જોવા મળી રહી છે. હાલ કેટલીક જગ્યાએ બજારમાં ખાખડી જોવા મળી રહી છે. જોકે એકાદ માસમાં સારા પ્રમાણમાં ખાખડી બજારમાં આવી જશે.
First published:

Tags: Amreli News, Local 18, Marketing yard

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો