Home /News /amreli /APMC NEWS : અમરેલી યાર્ડમાં શ્રીફળ વધેરી નવા ઘઉંની હરરાજી, ભાવ આસમાને,આટલા ભાવ

APMC NEWS : અમરેલી યાર્ડમાં શ્રીફળ વધેરી નવા ઘઉંની હરરાજી, ભાવ આસમાને,આટલા ભાવ

X
અમરેલી

અમરેલી બાદ ધારી યાર્ડ માં નવા ઘઉં ની હરાજી કરાઈ 

સૌરાષ્ટ્રનાં ખેતરોમાં ઘઉં તૈયાર થઇ ગયા છે. તેમજ અમરેલી યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઇ છે. ટુકડા ઘઉંનાં એક મણનાં 624 રૂપિયા બોલાયા હતાં. ઘઉંનાં સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે.શ્રીફળ વધેરી ઘઉંંની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Abhishek Gondaliya, Amreli: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનાં એક મણનાં સૌથી વધુ 624 રૂપિયા મળતા ખેડૂતોમાં ખેશુની લહેર ફેલાઇ ગઇ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી જિલ્લામાં ઘઉં અને કપાસનું વાવેતર કરાયું હતું.


અમરેલી જિલ્લાના અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટૂકડાનો ઊંચો ભાવ 624 રૂપિયા બોલાયો હતો. પ્રતિ મણે 624 રૂપિયા ઘઉંનો ઊંચો ભાવ ખેડૂતોને આપવામાં આવ્યો હતો. ધારી યાર્ડમાં નવા ઘઉંની આવક થઇ હતી.ઘઉં ટુકડા મણનાં 473 થી 624 રૂપિયા બોલાયા હતાં.



લોકવન ઘઉંનાં 585 રૂપિયા ભાવ આવ્યો
અમરેલી યાર્ડના સેક્રેટરી દ્વારા આજરોજના ભાવ પત્રકની માહિતી જાહેર કરવામાં આવી હતી. જેમાં અમરેલી અને ધારી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો ભાવ સૌથી ઊંચો નોંધાયો હતો. સાથે જ કપાસના ભાવમાં પણ આજે આંશિક ઉછાળો જોવા મળ્યો હતો. ઘઉં લોકવનનો પ્રતિ મણે 585 રૂપિયા ભાવ નોંધાયો હતો. યાર્ડમાં ઘઉં લોકવનની 18 ક્વિન્ટલ આવક થઇ હતી.
ચાર તાલુકાનાં ખેડૂતો જણસી લઇને આવે
અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઘઉં ,કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે. અમરેલી યાર્ડમાં ચાર તાલુકાના ખેડૂતો ઘઉં, કપાસ,મગફળી સહિતની જણસી વેચવા આવે છે. ખેડૂતને સંતોષકારક ભાવ મળી રહે છે.

શ્રીફળ વધેરી હરરાજીનો પ્રારંભ થયો
માર્કેટિંગ યાર્ડમાં લાંબા સમય બાદ આજે નવા ઘઉં ની હરરાજી કરવામાં આવી હતી.હરરાજી સમયે પ્રથમ વાર નવા ઘઉં હરરાજીમાં આવતા શ્રીફળ વધેરી હરરાજી શરૂ કરવામાં આવી હતી.
First published:

Tags: Amreli News, Local 18

विज्ञापन