Abhishek Gondaliya,Amreli: રાજુલા તાલુકાના વડ ગામે રાત્રિના સમયે 6 સિંહ શિકારની શોધમાં આવ્યા હતા. વાહન ચાલકે પસાર થતા વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
રાજુલા તાલુકાના વડગામે મધ્ય રાત્રે શિકારની શોધમાં છ સિંહનું ટોળું આવી ચડ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં સિંહ શિકારની શોધમાં આવી ચડતા સ્થાનિક વ્યક્તિઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. છ જેટલા સિંહ રોડ ઉપર લટાર મારતા હતા. દરમિયાન લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. છ સિંહનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
રાજુલા તાલુકામાં અવારનવાર સિંહના વીડિયો વાયરલ થાય છે, ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એક બે નહીં પરંતુ છ સિંહ જોવા મળી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં વારંવાર સિંહ જોવા મળે છે. તેમજ તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ગામડામાં લોકોને ઘરે બેઠા સિંહ દર્શન થઇ રહ્યા છે. બીજી તરફ રેવન્યુ વિસ્તારમાં સિંહ આવી ચડતા તેની પજવણીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં સિંહ પશુનો શિકાર કરે છે, જેના કારણે માલધારીઓમાં ભયનો માહોલ છે