Home /News /amreli /Amreli: શું તમને લગ્ન પ્રસંગમાં આવો વિચાર આવે ખરો, આ પરિવારે કંઇક અનોખું કર્યું!

Amreli: શું તમને લગ્ન પ્રસંગમાં આવો વિચાર આવે ખરો, આ પરિવારે કંઇક અનોખું કર્યું!

દિકરાના લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન

 ઢોલરીયા પરિવારે લગ્નોત્સવમાં રક્તદાન કેમ્પ યોજી સેવા ની જ્યોત પ્રગટાવી અનોખો રાહ ચિંધ્યો.પૂર્વ સરપંચ રમાબેન અને છગનભાઇ ઢોલરીયા પરિવાર દ્વારા પુત્રના લગ્નપ્રસંગે યોજ્યો રક્તદાન કેમ્પ

  Abhishek Gondaliya. Amreli.  સમગ્ર રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો ધામધૂમ પૂર્વક પોતાના લાડલી કે લાડકવાયાના લગ્ન યોજી રહ્યાં છે. દરેક માતા-પિતાના પોતાના દિકરા કે દીકરીના લગ્ન પ્રસંગ સારો દેખાય તે માટે તૈયારીઓ કરતાં હોય છે, પરંતુ કેટલાક જાગૃત લોકો દ્વારા ખોટા પૈસાના દેખાડો કરવા કરતાં સમાજને ઉપયોગી થાય એવું કરતાં હોય છે. આવો જ એક પરિવાર અમરેલીમાં રહે છે. વડિયામાં રહેતા પૂર્વ સરપંચ રમાબેન છગનભાઇ ઢોલરીયા પરિવારના લાડકવાયા દિકરા પવનના શુભ લગ્નપ્રસંગે એક અનોખો સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  પરિવારે લગ્નોત્સવમાં રક્તદાન કેમ્પ યોજી સેવાની જ્યોત પ્રગટાવી અનોખો રાહ ચિંધ્યો હતો. પૂર્વ સરપંચ રમાબેન અને છગનભાઇ ઢોલરીયા પરિવાર દ્વારા પુત્ર નલગ્નપ્રસંગે યોજ્યો રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.  દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા સહીત અનેક રાજકીય અગ્રણીઓ એ હાજરી આપી હતી. લાડકવાયા દિકરા પવનના લગ્નપ્રસંગે 51 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું.


  ઢોલરીયા પરિવાર દ્વારા પુત્રના લગ્નોત્સવમાં મંડપ રોપણ અને ભોજન સમારંભના દિવસે મહેમાનો અને લોકોના મેળાવડા સમયે રક્તદાન મહાદાન સમજી એક અનોખી શીખ આપવા માટે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રાજકોટની નેશનાલીટી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત ફિલ્ડ માર્શલ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કલેક્ટ કરવાની સેવા અપાઈ હતી. આ સાથે સ્થાનિક સેવાકીય આગેવાનો અને ઢોલરીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવી લગ્નોત્સવમાં રક્તની 51 બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે મહેમાનો અને ગામલોકો દ્વારા ઉમલકભેર રક્તદાન કર્યું હતુ.  આ તકે પૂર્વ સરપંચ છગનભાઇ ઢોલરીયા અને વરરાજા પવનનો સંપર્ક કરતા તેમણે દેશના તમામ લોકોને પોતાના શુભ પ્રસંગોમાં આવા રક્તદાન કેમ્પ કરી દેશમાં રહેલી હોસ્પિટલો અને ગંભીર રોગો માટે પીડાતા દર્દીઓને લોહી જરૂરિયાત પૂર્ણ કરવા સહકાર આપી આવી સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાવું જોઈએ. ઢોલરીયા પરિવારના આ લગ્નોત્સવમાં દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, ગોપાલ અંટાળા સહીત સામાજિક, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સગા સંબંધીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમજ સાથી મિત્રો દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું.
  First published:

  Tags: Local 18, અમરેલી

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन