Home /News /amreli /Amreli: વૃદ્ધનાં ચક્ષુદાન સાથે સૌરાષ્ટ્રમાં ચક્ષુદાનનો આંકડો 490 એ પહોચી ગયો
Amreli: વૃદ્ધનાં ચક્ષુદાન સાથે સૌરાષ્ટ્રમાં ચક્ષુદાનનો આંકડો 490 એ પહોચી ગયો
અમરેલી સીટી વિસ્તારમાં રહેતા ધીરજલાલ સાગલાણીનું કુદરતી રીતે અવસાન થયું હતું. તેમના પરિવાર દ્વારા ધીરજલાલ સાગલાણીની ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રમાં 490 ચક્ષુદાન થયા છે.
અમરેલી સીટી વિસ્તારમાં રહેતા ધીરજલાલ સાગલાણીનું કુદરતી રીતે અવસાન થયું હતું. તેમના પરિવાર દ્વારા ધીરજલાલ સાગલાણીની ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રમાં 490 ચક્ષુદાન થયા છે.
Abhishek Gondaliya, Amreli: અંગદાન મહાદાન ગણવામાં આવે છે. અંગદાન કરવાથી અન્ય વ્યક્તિઓની જિંદગીમાં નવી સુવાસ પથરાય છે. ચક્ષુદાન કરવાથી અન્ય વ્યક્તિઓને નવી રોશની મળે છ. ત્યારે આજે અમરેલી જિલ્લામાં નેત્રદાન કરવામાં આવ્યું હતું. અમરેલી સંવેદના ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં 490 મુ ચક્ષુદાન લેવામાં આવ્યું હતું.
અમરેલી સીટી વિસ્તારમાંરહેતા ધીરજલાલ સાગલાણી (ઉંમર 70) નું અવસાન કુદરતી રીતે થયું હતું ધીરજલાલની અંતિમ ઈચ્છા અને પરિવારની ઈચ્છા હતી કે, આંખનું દાન કરવામાં આવે. ધીરજલાલનું નિધન થતાં પરિવાર દ્વારા તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવી હતી.
પરિવારે અંતિમ ઈચ્છા પૂર્ણ કરી
ધીરજલાલની અંતિમ ઈચ્છા મુજબ તેમનાં સંતાનો દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યા હતું. પરિવાર દ્વારા મેહુલભાઈ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાનો સંપર્ક કર્યો હતો અને નેત્રદાન કરવાની વાત કરી હતી. ત્યારબાદ મેહુલભાઈ પોતાની ટીમ સાથે અમરેલી પહોંચી અને નેત્રદાન સ્વીકાર્યું હતું પરિવારે નેત્રદાનના સંકલ્પ અંગે જાગૃતિ દાખવી હતી.
સૌરાષ્ટ્રમાં 490 ચક્ષુદાન
મેહુલભાઈ વ્યાસે જણાવ્યું કે, જેઓ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં 490 મુ ચક્ષુદાન લેવામાં આવ્યું છે. લોકોમાં હવે ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે. જેથી સૌરાષ્ટ્રમાં ચક્ષુદાનનો આંકડો 490 ને પાર થયો છે. ચક્ષુદાન એ મહાદાન ગણવામાં આવે છે. મેહુલભાઈ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં કોઈપણ વ્યક્તિને ચક્ષુદાન કરવું હોય તો અમારો સંપર્ક કરી શકે છે.