સાવરકુંડલાનાં લિખાળા ગામમાં એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 40 છાત્રોએ ગામમાં સફાઇ કરી હતી. તેમજ ગામમાં પશુ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સાવરકુંડલાનાં લિખાળા ગામમાં એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 40 છાત્રોએ ગામમાં સફાઇ કરી હતી. તેમજ ગામમાં પશુ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Abhishek Gondaliya, Amreli : સાવરકુંડલાનાં લિખાળા ગામમાં એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાતા દિવસમાં કેમ્પમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યાં છે. ગામમાં સફાઇ, ભીત સુત્રો, પશુ નિદાન કેમ્પ સહિતનાં કાર્યક્રમ યોજાયા હતાં.
વિદ્યાર્થીઓએ ગામને ગોકુળિયું ગામ બનાવ્યું
ડો. બદાણીએ જણાવ્યું હતું કે, ગાંધી વિચારધારા સાથે સંકળાયેલી લોકશાળા ખડસલીના વિદ્યાર્થીઓ સાથે એનએસએસ કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પ કામધેનું યુનિવર્સિટી સંલગ્ન કરવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં 40 થી વધુ વિદ્યાર્થીઓ જોડયા હતાં. લિખાળા ગામમાં સાત દિવસ સુધી ગ્રામ સફાઈનું આયોજન કરી અને ગામને ગોકુળીયુ ગામ બનાવ્યું હતું. વિદ્યાર્થીઓએ ભીત સૂત્રો લખ્યાં હતાં. ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને એનએસએસને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુરિવાજો અને વ્યસનમુક્તિનાં કાર્યક્રમ યોજાયા ડો.સુમન ત્રિવેદી એ જણાવ્યું હતું કે, 40 વિદ્યાર્થીઓએ લિખાળા ગામમાં કુરિવાજો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ પશુપાલન મુખ્ય વિષય પર ગામમાં પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.