અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પાદરમાં એક સાથે ચાર સિંહ નજરે પડ્યા હતા. સિંહ નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. હાલ સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક સાથે ચાર સિંહ આવી ચઢ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર સિંહ આવી ચડતા હોય લોકોમાં ભય ફેલાયો છે. તેમજ આ સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સાવરકુંડલાના પાદર સુધી સિંહ પહોંચી ગયા જંગલ નજીકના જિલ્લાઓમાં વન્ય પ્રાણીઓ આવી ચઢ્યા હોય છે,તેમાં પણ ખાસ કરીને સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ આવતા લોકોમાં ભય ફેલાય છે. તેમજ અવારનવાર પશુનો શિકાર કરે છે.આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ફરી એક વખત સિંહ આવી ચઢ્યા હતા. એક સાથે ચાર સિંહ આવી ચઢ્યા હતા. સાવરકુંડલાના પાદરમાં ચાર સિંહ આવતા લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા.
વાડીમાં નીલગાયનો શિકાર કર્યો હતો
શિકારની શોધમાં અવારનવાર સિંહ ગામડાઓમાં આવી જાય છે, ત્યારે સાવરકુંડલાના પાદરમાં સિંહ આવી ચઢ્યા હતા. પીપાવાવ - અંબાજી હાઈવે પર એક વાડીમાં નીલગાયનો શિકાર કર્યો હતો. અવારનવાર સિંહ આવતા લોકોમાં ભય ફેલાયો છે.