ગ્રામીણ વિસ્તારોમાં સિંહ ની ગર્જના સાંભળતા ભય નો માહોલ
અમરેલી જિલ્લાનાં રાજુલાનાં ભારાઇ ગામમાં એક સાથે ત્રણ સિંહ આવી ચઢ્યાં હતાં અને ગામની શેરીઓમાં લટાર મારી હતી. તેમજ ખુટિયાનો શિકાર કર્યો હતો. પરંતુ ખેડૂત જાગી જતા સિંહને પડકાર્યો હતો. જેથી સિંહ શિકાર મુકી નાસી ગયો હતો.
Abhishek Gondaliya., Amreli: અમરેલી જિલ્લામાં સિંહના આંટાફેરા જાણે હવે સામાન્ય બાબત બની ગઈ છે. અમરેલી જિલ્લામાં આવેલા વિસ્તારોમાં અવારનવાર સિંહોની લટાર મારતા હોવાની ઘટનાઓ સામે આવે છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનાં રાજુલાના ભેરાઇ ગામે સિંહો લટાર મારતા જોવા મળ્યા છે.
વહેલી સવારે ભેરાઇ ગામમાં ઘૂસેલા સિંહોનો વીડિયો વાયરલ
રાજુલાના ભેરાઈ ગામમાં સિંહો ફરતા જોવા મળ્યા છે. ગામની વચ્ચેથી એક સાથે 3 સિંહો લટાર મારતા જોવા મળ્યા છે. સિંહ ગ્રામીણ વિસ્તારમાં આવતા રાત્રિના સમયે કામ કરી રહેલા ખેડૂતોમાં ભય ફેલાયો છે સિંહ ગામમાં ફરતા જોઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ સમગ્ર ઘટના ભરાઈ ગામમાં રહેતા સ્થાનિક દ્વારા પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવી છે.
એક આખલાનો શિકારનો કર્યો પ્રયત્ન
આલખા પર સિંહે ત્રાડ પડી અને તરાપ મારીને આખલાને પાડી દીધો હતો.સિંહની ગર્જનાથી સુતેલા ખેડૂત જાગી અને અગાશી પર આવ્યા હતા અને ખેડૂતે સિંહને જોઈ પડકારો કર્યો હતો. જેથી સિંહ શિકાર મુકી ભાગી ગયો હતો. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.