સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસ નો ભાવ અમરેલી નોંધાયો
અમરેલી યાર્ડમાં કપાસની સારી અવાક થઈ રહી છે.તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.આજે સૌરાષ્ટ્રના સૌથી ઊંચા ભાવ કપાસના બોલાય હતા.બીજી તરફ જૂનાગઢ યાર્ડમાં પણ મગફળીના સારા ભાવ મળી રહ્યા છે.
Abhishek Gondaliya, Amreli: સૌરાષ્ટ્રનેકપાસના વાવેતર અને ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર વધુ કરવામાં આવે છે. જેથી આવકમાં પણ ખૂબ જ વધારો નોંધાય છે ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા કપાસનો વાવેતર કરવામાં આવ્યું હતું અને હાલ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરુ થઇ છે.ખેડૂતો વધુમાં વધુ કપાસ અમરેલી માર્કેટીંગ યાર્ડમાં લઈને આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપાસના ભાવ અમરેલી યાર્ડમાં નોંધાયો
અમરેલી માર્કેટીંગ યાર્ડને સૌરાષ્ટ્રનું આધુનિક યાર્ડ પણ ગણવામાં આવે છે. ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર કપાસનો ઊંચામાં ઊંચો ભાવ 1951 રૂપિયા સુધીનો નોંધાયા હતા. સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કોટન મીલું પણ વધુ આવેલી છે. જેથી અનેક ખેડૂતો દ્વારા મિલ સુધી ડાયરેક્ટ કપાસ પહોંચાડવામાં આવે છે.અનેક ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં કપાસનું વેચાણ કરવામાં આવે છે અને માર્કેટિંગ યાર્ડની અંદર હાલ ખેડૂતોને સૌથી શ્રેષ્ઠ અને વધુ કપાસનો ભાવ મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા સત્તાવાર રીતે ભાવ પત્રક જાહેર કરવામાં આવે છે.જેમાં આજે કપાસના 1951 થી 1952 રૂપિયા સુધી ઊંચો ભાવ નોંધાય હતા.
જાણો જૂનાગઢ યાર્ડમાં જણસીના ભાવ
જૂનાગઢ યાર્ડમાં આજે જીણી મગફળીના 20 કિલોના રૂપિયા 1000 થી લઈ 1206 અને જાડી મગફળીના 20 કિલોનારૂપિયા 950 થી લઈ 1315 સુધીના ભાવ આવ્યા હતા.જયારે કપાસના 20 કિલોના રૂપિયા 1550 થી લઈ 1785 સુધીના ભાવ આવ્યા હતા.સોયાબીનના 20 કિલોના રૂપિયા 1000 થી લઈ 1204 સુધીના ભાવ આવ્યા હતા.