Home /News /amreli /APMC NEWS: સાવરકુંડલા યાર્ડમાં મગફળીનાં બમ્પર ભાવ, મણનાં 1515 રૂપિયા મળ્યાં

APMC NEWS: સાવરકુંડલા યાર્ડમાં મગફળીનાં બમ્પર ભાવ, મણનાં 1515 રૂપિયા મળ્યાં

X
માર્કેટિંગ

માર્કેટિંગ યાર્ડ કપાસ મગફળી ની હરાજી થી ગુંજી ઉઠ્યું

સાવરકુંડલ યાર્ડમાં ત્રણ તાલુકાનાં ખેડૂત જણસી લઇને આવે છે. યાર્ડમાં આજે મગફળીનાં એક મણનાં 1515 રૂપિયા બોલાયા હતાં. સૌથી ઉંચા ભાવ રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. તેમજ કપાસનાં એક મણનાં 1682 રૂપિયા રહ્યાં હતાં.

Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ મગફળીનાં એક મણનાં 1515 રૂપિયા મળતા ખેડૂતોમાં ખેશુની લહેર ફેલાઇ ગય હતી.સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી જિલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર કરાયું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ 1515 રૂપિયા બોલાયો હતો. પ્રતિ મણે 1515 રૂપિયા મગફળીનો ઊંચો ભાવ ખેડૂતોને આપવામાં આવ્યો હતો. સવારકુંડલા યાર્ડમાં 810 મણ મગફળીની આવક થઇ હતી.

કપાસનાં મણનાં 1682 રૂપિયા બોલાયા

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા આજરોજના ભાવ પત્રકની માહિતી જાહેર કરવામાં આવી હતી. જેમાં સાવકુલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ સૌથી ઊંચો નોંધાયો હતો. સાથે જ કપાસના ભાવમાં પણ આજે આંશિક ઉછાળો જોવા મળ્યો હતો. કપાસનો પ્રતિ મળે 1682 ભાવ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કપાસની 1000 મણની આવક થઇ હતી.

ત્રણ તાલુકાનાં ખેડૂતો જણસી લઇને આવે છે

અમરેલી જિલ્લામાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ત્રણ તાલુકાના ખેડૂતો કપાસ મગફળી સહિતની જણસી વેચવા આવે છે. ખેડૂતને સંતોષકારક ભાવ મળી રહે છે.

લાંબા સમય બાદ મગફળીનાં ભાવમાં વધારો

માર્કેટિંગ યાર્ડમાં લાંબા સમય બાદ આજે મગફળીના ભાવમાં વધારો થયો હતો. ભાવ વધતા સંગ્રહ કરી રાખવામાં આવેલી મગફળી, કપાસ ખેડૂતો યાર્ડમાં લાવી રહ્યાં છે. મગફળીનાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18, Market yard

विज्ञापन