ખેડૂતો દ્વારા લીલા ધાણા વેચી અને લાખોની કમાણી કરે છે
અમરેલી જિલ્લામાં પિયતવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ધાણાનું વાવેતર થયું છે. તેમજ અમરેલી યાર્ડમાં ધાણાની આવક શરૂ થઇ છે. યાર્ડમાં ધાણાનાં સારા ભાવ મળી રહ્યાં છે. યાર્ડમાં ધાણાનાં 1500 રૂપિયા બોલાયા હતાં.
Abhishek Gondaliya, Amreli: અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ધાણાનું વાવેતર થયું છે. ખેડૂત ધાણા પકવીને બજારમાં વેંચે છે. તેમજ લીલા ધાણા પણ માર્કેટમાં મુકતા હોય છે. દરેક શાકમાં સ્વાદ માટે ધાણાનો ઉપયોગ થાય છે. અમરેલી યાર્ડમાં ધાણાની આવક શરૂ થઇ છે. ખેડૂતોને ધાણાનાં સારા ભાવ મળી રહ્યાં છે.
અમરેલી જિલ્લામાં ધાણાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. તેમજ યાર્ડમાં ધાણાની આવક શરૂ થઇ છે. અમરેલી યાર્ડમાં ધાણાનાં મણનાં 1500 રૂપિયા બોલાયા હતાં. ધાણાનાં સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી.
ધાણાનાં પાકમાં મોલો નામની જીવાત આવે
ધાણામાં પાક સંરક્ષણમાં નિયંત્રણના પગલાં લેવા જરૂરી છે, જેથી ઉત્પાદન વધુ મળે છે. મોલો નામની જીવાત આવતા તાનાનું ઉત્પાદન ઘટે છે. પાંદડા, ફૂલ તેમજ કુમળા ધાણામાંથી રસ જીવાત ચૂસી લે છે. રસ ચુસવાને કારણે છોડ પીળો પડી જાય છે. ફૂલ પર કોઈ વાર મોટી સંખ્યામાં મોલોનો ઉપદ્રવ જોવા મળે તો છોડમાં બીજ બેસતા નથી. અંતે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.