15 વર્ષની ઉંમરે અલગ અલગ રાજ્યોમાં ક્રિકેટ રમી કરશે પ્રતિનિધિત્વ
પ્રથમ વખત બોટાદની ધોરણ 10માં અભ્યાસ કરતી નંદિતા આલગોતરનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 15માં સિલેકશન કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં નંદિતા ભાગ લેશે.
Abhishek Gondaliya, Amreli: બોટાદમાં મહિલાઓ માટે નિઃશુલ્ક ક્રિકેટની તાલીમ આપવામાં આવે છે. બોટાદ શહેરની 15 વર્ષેની વિદ્યાર્થીની નંદિતા આલગોતરનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે. છાત્રા આગામી સમયમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે.
બોટાદમાં ધોરણ 10માં અભ્યાસ કરતી નંદિતા આલગોતર લાંબા સમય થી ક્રિકેટની તાલિમ મેળવી રહી છે. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ક્રિકેટર તરીખે પસંદગી કરવામાં આવી છે. નંદિતાના પિતા અશોકભાઈએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. હાલ ખાનગી કોન્ટ્રાક્ટનું કામ કરે છે.
ક્રિકેટની નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે
ક્રિકેટ કોચ કિરણ સોલંકીએ જણાવ્યું હતું કે, બોટાદ શહેરમાં નિઃશુલ્ક મહિલા માટે કલાસીસ ચાલે છે. આ ક્લાસીસનું નામ સમરસ ક્લાસીસ રાખવામાં આવેલું છે.
આ ક્લાસીસમાં મોટી સંખ્યામાં મહિલાઓ તાલીમ લઈ રહી છે. બોટાદમાં પ્રથમ વખત ધોરણ 10 માં અભ્યાસ કરતી નંદિતાનું સૌરાષ્ટ્ર અંડર 15 માં સિલેક્શન થયું છે.
ગ્વાલિયરમાં રમવા જશે
બીસીસીઆઇ દ્વારા યોજાનાર મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીની નંદિતા ભાગ લેશે. સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. આગામી 26 તારીખથી ગ્વાલિયરમાં પાંચ મેચો રમનાર છે,
જેમાં બોટાદની નંદિતા ભાગ લેશે. તેમજ ગોવા, બિહાર,અન્ય રાજ્યમાં પણ ક્રિકેટ રમશે. સરકારી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાનું પ્રથમ વખત જ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિલેક્શન થયું છે.
ભારતની ટીમનું પ્રતિનિધત્વ કરવાની ઇચ્છા છે.
નંદિતા અલગોતરે જણાવ્યું હતું કે, ભારત તરફથી ક્રિકેટ રમવાની ઈચ્છા છે. બોટાદમાં આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એકેડેમીમાં મહિલાઓને ફ્રીમાં ક્રિકેટનું શિક્ષણ આપવામાં આવે છે.
આગામી સમયમાં ગોવા સહિતના વિવિધ રાજ્યોમાં હું ક્રિકેટ મેચ રમવાની છું. જેથી હું ખૂબ જ ખુશ છું અને આગામી સમયમાં હું ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મહેનત કરીશે.