Home /News /ahmedabad /

ઝાયડસ લાઇફના ચેરમેન પંકજ પટેલની RBIના સેન્ટ્રલ બોર્ડમાં થઇ વરણી

ઝાયડસ લાઇફના ચેરમેન પંકજ પટેલની RBIના સેન્ટ્રલ બોર્ડમાં થઇ વરણી

પંકજ પટેલ

Pankaj Patel: બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે

    અમદાવાદ: Zydus Lifesciencesના ચેરમેન પંકજ આર. પટેલને (Pankaj Patel) ભારતીય રિઝર્વ બેંક (RBl) ના સેન્ટ્રલ બોર્ડમાં પાર્ટ-ટાઇમ નોન ઓફિસિયલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીએ 14 જૂનના રોજ જાહેરાત કરી હતી.

    નિવેદન પ્રમાણે, "કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ પંકજ પટેલની RBI એક્ટ, 1934ની કલમ 8 (1)(c) હેઠળ નિમણૂકની સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય."

    અબજોપતિ બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતા રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેરમાં કામ કરવાનું શરૂ કર્યું હતુ.


    અગ્નિપથ યોજનાની જાહેરાત

    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. આ સાથે ટૂંક સમય માટે સેનામાં ભરતી થઈ શકશે. જે અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના કાર્યકાળ માટે જ કરવામાં આવશે. યોજના મુજબ, ત્રણેય સેવાઓના વડાઓ એક પત્રકાર પરિષદને સંબોધીને યોજનાની વિગતો જાહેર કરશે. ત્રણેય સેનાના વડાઓએ બે અઠવાડિયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૈનિકોની ભરતી માટે અગ્નિપથ યોજના વિશે માહિતી આપી હતી, જે ટુંકા કાર્યકાળ માટે સૈનિકોને સૈન્યમાં સામેલ કરવાનો માર્ગ મોકળો કરશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, આરબીઆઇ, ગુજરાત

    આગામી સમાચાર