અમદાવાદ: ઝોમાલેન્ડ એ ઝોમેટોનું ૨ દિવસીય ફુડ અને એન્ટરટેઈન્મેન્ટ બ્લોકબસ્ટર કાર્નિવલ છે. જેમાં રીટવીત્ઝ, કાનન ગીલ, ઝેઈડેન, ધ યેલો ડાયરી અને બીજા ઘણાના પર્ફોમન્સ હશે. ઝોમેટો તેના ફ્લેગશીપ ફુડ કાર્નિવલ, ઝોમાલેન્ડનું આ વિકેન્ડ પર એટલે આજે ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ લેવીસ ગ્રીન્સ પાર્ટી પ્લોટ, અમદાવાદ ખાતે આયોજન કરી રહ્યું છે.
દુબઈ ટુરીઝમ દ્વારા પ્રસ્તુત, ઝોમાલેન્ડ બાય ઝોમેટો એ બે દિવસીય કાર્નિવલ છે અને તેમાં ૩૦થી વધુ શહેરના સૌથી સારા રેસ્ટોરન્ટ્સ, જેમાં મસ્સાલા થીયરી, ધ પોઉ્ટનેરી, કાફ્ફા કોફી રોસ્ટર્સ, નીનીઝ કીચન, ચીયર્સ અને જેવા બીજા ઘણા હશે. હાજર રહેનારાઓને ૨૦ કલાકથી વધુ સમયના જબરજસ્ત લાઈવ પર્ફોમન્સીસ, જેમાં સ્ટેન્ડ-અપ કોમેડી અને મ્યુઝીક એક્ટ્સનો પણ સમાવેશ થાય છે તેને, આ બંન્ને દિવસ માણવા મળશે.
અમદાવાદમાં ઝોમાલેન્ડ વિશે ઉત્સાહીત, ચૈતન્ય માથુર, ગ્લોબલ હેડ, ઝોમેટો લાઈવ જણાવે છે કે, ઝોમેટો તેની આ પ્રકારના પહેલા ફુડ અનુભવ ઓફર કરવા માટે જાણીતું છે. અમદાવાદ માટે કાર્નિવલનો અનુભવ તૈયાર કરવાની પ્રેરણા અમને ગત સીઝનમાં મળેલા પ્રેમથી પ્રેરાઈને અને અમારા અતુલ્ય સમર્થકોની ઝોમાલેન્ડને શહેરમાં પાછા લાવવાની સતત વિનંતીઓથી મળે છે.
આવનારાઓને બે દિવસમાં સ્વાદિષ્ટ વ્યંજનો, અતુલ્ય સંગીત, હાસ્ય અને રમતો સાથોસાથ ભુલી ના શકાય તેવી ભારતના સૌથી સારા કલાકારોની ઝાંખી થશે. આ વર્ષે, ઝોમાલેન્ડને તેના પ્રસ્તુત કરતાં ભાગીદાર દુબઈ ટુરીઝમ, પેમેન્ટ પાર્ટનર સીમ્પલ અને ભારતની છેલ્લી ક્ષણની એપ – બ્લિન્કઈટ – ગ્રાહકોની જરૂરીયાતને એક પલકારામાં પુરી કરે છે તેમના તરફથી ખુબ જ સારો સહકાર મળ્યો છે.
જોડાણ વિશે, બદેર અલી હબીબ, હેડ ઓફ રીજન, સાઉથ એશિયા – દુબઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી અને ટુરીઝમ જણાવે છે કે, અમારી ઝોમાલેન્ડ સાથેની ટાઈટલ સ્પોન્સરશીપ એ ભારતમાં અમારી ગ્રાહકલક્ષી પ્રથમ ઈવેન્ટ છે જેના દ્વારા અમે અમારા સ્થાનને ઝેન ઝેડ અને મીલેનીયઅલ દર્શકો માટે એક પસંદગીના લાઈફસ્ટાઈલ સ્થળ તરીકે સ્થાપિત કરવાનો લક્ષ્ય રાખીયે છે.
સોલો, ફ્રેન્ડ્સ, કપલ્સ અને યંગ ફેમીલીઝ જેવા સેગમેન્ટ્સ માટે અમે ઘણા બધા નવા અનુભવો અને આકર્ષણોની રજૂઆત કરી છે, તેનાથી અમને વિશ્વાસ છે કે અમારી ઝોમાલેન્ડ ખાતેની હાજરી નવા અને ફરીવાર આવનારા પ્રવાસીઓને દુબઈમાં આકર્ષશે, અમે દરેક તહેવારમાં જનારાને આવવા માટે અને દુબઈ ઝોનનો તેઓ શુ આશા રાખી શકે છે તેનો અનુભવ કરવા આમંત્રિત કરીયે છે.
ઝોમાલેન્ડ મિત્રો અને પરિવાર સાથે દિવસભરનો આનંદ લેવા માટે શ્રેષ્ઠ છે, જેમાં સુંદર આકર્ષણો, ફોટાની તક અને દરેક વયના લોકો માટે રમતો, સાથોસાથ શહેરના શ્રેષ્ઠ ફુડ અને અદ્ભુત પર્ફોમન્સ એક જ સ્થળે મળશે. મુંબઈ માટે ટીકીટો ઝોમેટો એપ અને પેટીએમ ઈન્સાઈડરના લેટેસ્ટ વર્ઝન પર ઉપલબ્ધ છે.