'વિરાટ કોહલીએ સમજાવ્યો ન હોત તો ક્રિકેટને અલવિદા કરી દીધું હોત'

Haresh Suthar | News18 Gujarati
Updated: January 20, 2017, 2:36 PM IST
'વિરાટ કોહલીએ સમજાવ્યો ન હોત તો ક્રિકેટને અલવિદા કરી દીધું હોત'
કેન્સર સામે ઝઝુમ્યા બાદ યુવરાજસિંહ એક તબક્કે ક્રિકેટને અલવિદા કરી દેવાના મૂડમાં હતો. જો વિરાટ કોહલીએ એને સમજાવ્યો ન હોત તો આજે યુવરાજસિંહ ક્રિકેટ મેદાનમાં ન હોત. વિરાટ કોહલીનો વિશ્વાસ આજે સાચો સાબિત થયો છે. ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બીજી વનડે મેચમાં પોતાની કેરિયરના સૌથી વધુ 150 રનની ઇનિંગ રમ્યા બાદ યુવરાજસિંહે કહ્યું કે, જ્યારે તમને ટીમ અને કેપ્ટન તરફથી વિશ્વાસ સંપાદિત થાય તો આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે. વિરાટે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે, જે મારા માટે અમૂલ્ય છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 20, 2017, 2:36 PM IST
નવી દિલ્હી #કેન્સર સામે ઝઝુમ્યા બાદ યુવરાજસિંહ એક તબક્કે ક્રિકેટને અલવિદા કરી દેવાના મૂડમાં હતો. જો વિરાટ કોહલીએ એને સમજાવ્યો ન હોત તો આજે યુવરાજસિંહ ક્રિકેટ મેદાનમાં ન હોત. વિરાટ કોહલીનો વિશ્વાસ આજે સાચો સાબિત થયો છે. ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બીજી વનડે મેચમાં પોતાની કેરિયરના સૌથી વધુ 150 રનની ઇનિંગ રમ્યા બાદ યુવરાજસિંહે કહ્યું કે, જ્યારે તમને ટીમ અને કેપ્ટન તરફથી વિશ્વાસ સંપાદિત થાય તો આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે. વિરાટે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે, જે મારા માટે અમૂલ્ય છે.

યુવરાજસિંહે કહ્યું કે, એક સમય એવો હતો કે જ્યારે મને લાગતું હતું કે મારે રમતા રહેવું જોઇએ કે નહીં, કેટલાક લોકોએ મને એવા સમયે ઘણી મદદ કરી છે. ક્યારેય હાર ન માનવાનો મારો સ્વભાવ છે. હું મહેનત કરતો રહ્યો અને મને વિશ્વાસ હતો કે સમય બદલાશે. આ અગાઉ યુવરાજે છેલ્લી સદી 2011માં વિશ્વ કપમાં ચેન્નાઇમાં ફટકારી હતી.

યુવરાજસિંહે કહ્યું કે, મને સદી માર્યાને ઘણો સમય થયો હતો. હું કેન્સરને માત આપીને મેદાનમાં પરત ફર્યો છું. પ્રથમ બે ત્રણ વર્ષ મારા માટે ઘણા કઠિન હતા. મારે ફિટનેસ પર ઘણી મહેનત કરવી પડી હતી અને હું ટીમની અંદર બહાર થતો રહેતો હતો. મારૂ સ્થાન ટીમમાં અનિશ્વિત હતું. આ સત્રમાં રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનના આધારે જ હું પરત ફર્યો છું. ઓક્ટોબરમાં વડોદરા સામે 260 રન ફટકાર્યા હતા.

યુવરાજે કહ્યું કે, મેં સ્થાનિક ક્રિકેટમાં ઘણી સારી બેટીંગ કરી છે. હું લાંબી ઇનિંગ રમવા ઇચ્છતો હતો. યુવરાજને ટીમમાં લેવા મામલે મિશ્ર માહોલ જોવા મળ્યો હતો.
First published: January 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर