Home /News /ahmedabad /લગ્નમાં જમવા જેવી સામાન્ય બાબતે એક યુવકની જાહેરમાં હત્યા, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
લગ્નમાં જમવા જેવી સામાન્ય બાબતે એક યુવકની જાહેરમાં હત્યા, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
સામાન્ય બાબતે યુવકની જાહેરમાં હત્યા
Ahmedabad Police: કાલુપુર પોલીસ ચોકી પાસે યુવક પર તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની વટવા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. લગ્નમાં થયેલી માથાકૂટ બાદ બદલો લેવા માટે આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. જોકે આ ગુનામા અન્ય બે આરોપી હજી પણ ફરાર હોવાનુ સામે આવ્યુ છે. જેમની પોલીસે અત્યારે શોધખોળ હાથ ધરી છે.
અમદવાદ: કાલુપુર પોલીસ ચોકી પાસે યુવક પર તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની વટવા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. લગ્નમાં થયેલી માથાકૂટ બાદ બદલો લેવા માટે આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. જોકે આ ગુનામા અન્ય બે આરોપી હજી પણ ફરાર હોવાનુ સામે આવ્યુ છે. જેમની પોલીસે અત્યારે શોધખોળ હાથ ધરી છે. હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવતા એક બાબત ચોક્કસ લાગે છે કે, આરોપીઓને પોલીસનો ખોફ સહેજ પણ રહ્યો નથી, કારણકે આ હત્યા જે સ્થળ પર કરવામાં આવી ત્યાંથી ગણતરીની પગલા દુર કાલુપુર પોલીસ ચોકી આવેલી છે.
કાલુપુર પોલીસ ચોકી પાસે કરવામાં આવી હત્યા
પોલીસ ચોકી પાસે હોવા છતાય બે શખ્શો આવીને નાઝીમ ઉર્ફે ઝીંગા નામના વ્યક્તિ ઉપર છરીના ઘા મારે છે. જે ગુનામા હત્યારા સાદિક હુસૈન મોમીન અને લિયાક્ત મોમીન નામના બન્ને શખશોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનામા રફીક હુશૈન અને નાશીર હુસૈન ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, મૃતક અને આરોપીઓ વચ્ચે થોડાક દિવસો પહેલા લગ્ન પ્રસંગમા જમવા બાબતે તકરાર થઇ હતી. જેમા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સમધાન થઇ ગયું હતું.
સમાધાન થઈ ગયું હતું છતા ફરીથી આજ પ્રકારે બનાવ બન્યો હતો. જેની અદાવત રાખીને જયારે ફરિયાદી પોતાની ઓટો રીક્ષા લઈને સારંગપુર તરફ જઈ રહ્યો હતો તે સમયે પણ આ આરોપીઓ બીજી રીક્ષા લઈને તેનો પીછો કરતા અને ચાલુ રીક્ષાએ તલવાર જેવા હથિયારના ઘા માર્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા બંને આરોપીઓના ગુનાઈત ઈતિહાસ અંગે તપાસ કરતા હત્યાના ગુનામાં પાંચ વર્ષની સજા કાપી ચુક્યા છે. અને 2019માં જ જેલ માથી છૂટ્યા છે.
અગાઉ પણ આ આરોપીઓ જેલની સજા ભોગવી ચૂક્યા છે, તેમ છતા ફરી એક હત્યાને અજાંમ આપ્યો છે. જેથી તેમના વિરુદ્ધ કડક પગલા લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ અમદાવાદમાં સતત ક્રાઈમના કેસો વધી રહ્યા છે, જેથી પોલીસ પણ પોતાની કામગીરી કામ કરી રહી છે, અને આરોપીઓને જેલના હવાલે પણ કરી રહી છે. પોલીસની કાર્યવાહી કરવા છતા પણ ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.