Home /News /ahmedabad /Gujarat Politics: રાજસ્થાનના યુવાનોનું બેરોજગારી મુદ્દે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બલ્લાબોલ

Gujarat Politics: રાજસ્થાનના યુવાનોનું બેરોજગારી મુદ્દે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બલ્લાબોલ

આશરે 200થી વધુ પ્રદર્શનકારી યુવાનો પાલનપુરથી 150 કિમી ચાલી અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.

Gujarat Congress: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક છે. સાથે જ રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડો. રઘુ શર્મા પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં ગહેલોત સરકારથી કંટાળેલા અલગ અલગ વિભાગના બેરોજગાર યુવાનો વિરોધ કરવા અમદાવાદ પહોંચ્યા હતા. આશરે 200થી વધુ પ્રદર્શનકારી યુવાનો પાલનપુરથી 150 કિમી ચાલી અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અશોક ગેહલોતના વિરોધમાં 'ગેહલોત સરકાર હોશમે આઓ'ના નારા લગાવી ઉગ્ર વિરોધ કરાયો હતો.

રાજસ્થાનથી આવેલા તમામ પ્રદર્શનકારીઓએ પરીક્ષાની સીટો ખાલી હોવા છતા સીટ ભરવામા ન આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ગ્રામ પંચાયતના યુનિટ ઓપરેટરો પાસેથી 2018થી કામો કરાવી વેતન ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. ગુજરાતમા ચૂંટણી હોવાથી વાત સાંભળવામાં આવશે તેવી આશા સાથે યુવાનોએ વિરોધ કર્યો હતો. વિરોધ ઉગ્ર બનતા પોલીસ દ્વારા યુવાનોની અટકાયત કરવામા આવી છે.



તમને જણાવી દઇએ કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક છે. સાથે જ રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડો. રઘુ શર્મા પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે. ત્યારે આ બંને નેતા ગુજરાતમાં ચૂંટણી ટાણે જનતાને ચૂંટણીનાં વચનો આપી રહ્યા છે. તેમણે રોજગારી આપવાની પણ વાત કરી છે. એવામાં કોંગ્રેસશાસિત રાજસ્થાનમાં જ બેરોજગાર યુવાનો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રસની ઓફિસ બહાર આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, હજુ આટલા દિવસ પડશે વરસાદ

ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતની રાજનીતિમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરામાં આપ અને બાજપના કાર્યકરો સામસામે આવી ગયા છે. તો બનાસકાંઠા ભાજપમાં બે દિગ્ગજ નેતાઓમાં ટિકિટની વહેંચણી બાબતે ખટરાગ સામે આવ્યો છે. તો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં છે ત્યાં જ પીએમ મોદી પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે છે.
First published:

Tags: 2022 Assembly elections, Assembly elections, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો