Home /News /ahmedabad /અમદાવાદનો વિચિત્ર કિસ્સો: એસ્કોર્ટ ગર્લ સર્વિસની જાહેરાત આવે તો ચેતજો, નહીં તો ખિસ્સા થઈ જશે ખાલી!

અમદાવાદનો વિચિત્ર કિસ્સો: એસ્કોર્ટ ગર્લ સર્વિસની જાહેરાત આવે તો ચેતજો, નહીં તો ખિસ્સા થઈ જશે ખાલી!

એસ્કોર્ટ ગર્લ સર્વિસના નામે છેતરપિંડી.

Ahmedabad cheating case: ગઠિયાઓએ થોડા દિવસ બાદ સેટેલાઇટની એક હોટલ પર પહોંચી જવા જણાવી બાકીનું પેમેન્ટ ત્યાં સર્વિસ મળ્યા બાદ કરવાનું કહી વાત પૂરી કરી હતી.

અમદાવાદ: ઠગાઈ કરવા માટે ગઠિયાઓ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી (Cyber crime) કરી રહ્યા છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ગઠિયાઓ લોભામણી જાહેરાતો ઓનલાઈન પ્લેટફોર્મ (Online platform) પર મૂકતા હોય છે. આવી જાહેરાતમાં કોઈ વ્યક્તિ તેમાં રસ દાખવે એટલે તેને જાળમાં ફસાવી પૈસા સેરવી લેવામાં આવે છે. આવી જ એક ઘટના અમદાવાદ પોલીસના ચોપડે નોંધાઈ છે. જેમાં એસ્કોર્ટ સર્વિસની જાહેરાતમાં યુવકે રસ દાખવતા ગઠિયાઓએ છ હજાર રૂપિયા ઓળવી લીધા હતા. આ મામલે યુવકે પોલીસ ફરિયાદ (Police complaint) કરતા પોલીસે ગુનો નોંધી આ ઠગ ટોળકી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. સમગ્ર મામલે  વટવા પોલીસે અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનના અને હાલ વટવામાં રહેતો 27 વર્ષીય યુવક માતા અને ભાઈ સાથે રહે છે. આ યુવક રોડ લાઇન્સનો બિઝનેસ કરે છે અને અપરિણીત છે. યુવક ફેસબુક પર સર્ફિંગ કરતો હતો ત્યારે એસ્કોર્ટ ગર્લ સર્વિસ (Escort girl service)ની જાહેરાત તેના ફોનમાં દેખાઈ હતી. જેથી તેણે તે એડ પર ક્લિક કરતા તેમાં એક વોટ્સએપ નંબર આવ્યો હતો. આ નંબર પરથી યુવકને મેસેજ આવ્યો અને સીટી પૂછતાં યુવકે અમદાવાદ જણાવ્યું હતું. બાદમાં આ નંબર પરથી અલગ અલગ યુવતીઓના ફોટો મોકલાતા યુવક યુવતીઓને જોઈને ભરમાઈ ગયો હતો. બાદમાં ગઠિયાઓએ જાળ બિછાવવાનું શરૂ કર્યું હતું અને 500 રૂપિયા એડવાન્સ માંગ્યા હતા.

આ પણ વાંચો: હાઇફાઇ યુવતીની ધરપકડ, કારનામા જાણીને વિશ્વાસ નહીં કરી શકો
ગઠિયાઓએ થોડા દિવસ બાદ સેટેલાઇટની એક હોટલ પર પહોંચી જવા જણાવી બાકીનું પેમેન્ટ ત્યાં સર્વિસ મળ્યા બાદ કરવાનું કહી વાત પૂરી કરી હતી. નંબર ધારકે આપેલી તારીખ મુજબ યુવક હોટલ પર પહોંચ્યો અને બાકીના 5,500 રૂપિયા ક્યુઆર કોડ સ્કેન કરી ચૂકવ્યા હતા.




આ પણ વાંચો: પતિના પરવાના વાળા હથિયારથી પત્નીએ કર્યું ફાયરિંગ


બાદમાં યુવકને સામે વાળી વ્યક્તિએ હોટલમાં એક ઓટીપી બતાવવા કહી બીજા 8,500 રૂપિયાની માંગણી કરી હતી. યુવકને ઠગાઈ થઈ હોવાની જાણ થતા જ તેણે આગળ ન વધવા જણાવતા ગઠિયાઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. યુવક છેતરાઈ જતા તેણે પોલીસ ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે યુવકે વટવામાં આ અંગે ફરિયાદ કરતા વટવા પોલીસે (Vatva police station) અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CYBER CRIME, અમદાવાદ, ગુનો, પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો