Home /News /ahmedabad /

Ahmedabad Kidnapping: અમદાવાદમાં યુવતી સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગેયેલા યુવકનું અપહરણ, અલગ અલગ ધર્મના હોવાથી અપહરણ

Ahmedabad Kidnapping: અમદાવાદમાં યુવતી સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગેયેલા યુવકનું અપહરણ, અલગ અલગ ધર્મના હોવાથી અપહરણ

પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી.

Ahmedabad Kidnapping case: આસિફ સંધી, મુઝબીન શેખ, અનશ અજમેરી, અને ઇમરાન લંઘા નામના આ ચાર લોકો યુવક યુવતીની આસપાસ બેઠા હતા અને યુવતીનાં પહેરવેશ પરથી તેણે યુવક યુવતી બંને અલગ અલગ ધર્મના હોવાનું અનુમાન લગાવી લીધું હતું.

અમદાવાદ : શહેરના વાસણા વિસ્તારમાં 25 મેના રોજ એક યુવકનું અપહરણ (Kidnapping) થયું હોવાની ઘટના સામે આવી હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી યુવકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકના મિત્રોની પૂછપરછ અને CCTVને આધારે ગણતરીની કલાકોમાં જ યુવકને છોડાવ્યો હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતાં તેના અપહરણનું કારણ સાંભળી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે અપહરણ કરનાર આરોપીઓને પીડિત સાથે કોઈ અંગત અદાવત ન હતી. આ ઉપરાંત અપહરણ કરવાનો અગાઉથી કોઈ પ્લાન પણ ઘડ્યો ન હતો. આરોપીઓએ યુવક અને યુવતી અલગ અલગ ધર્મના લાગતા યુવકનું અપહરણ કરી લીધું હતું.

અમદાવાદના વાસણા વિસ્તારમાંથી 25મી મેના રોજ એક યુવક ફિલ્મ જોવા ગયો હતો, જ્યાં તેની મિત્ર પણ તેના મામાના દીકરાઓ સાથે ફિલ્મ જોવા આવી હતી. યુવક અને યુવતી બંને એકબીજાના પરિચયમાં હતા. યુવતી તેના ભાઈઓ સાથે ફિલ્મ જોવા જવાની છે તેની જાણ યુવકને કરી હતી અને યુવકને પણ ફિલ્મ જોવા બોલાવ્યો હતો. ફિલ્મ જોઈને બંને સિનેમાઘરની બહાર નીકળતા જ ચાર જેટલા અજાણ્યા લોકોએ યુવકનું અપહરણ કરી વેરાન સ્થળ પર લઈ જઈને માર માર્યો હતો. એટલું જ નહીં, યુવકનો મોબાઈલ ફોન પણ પડાવી લીધો હતો.

યુવકના અપહરણની જાણ તેના મિત્રને થતાં તેણે પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી યુવકને છોડાવ્યો હતો. પોલીસે યુવકને અપહરણનું કારણ પૂછતાં તેના જવાબમાં યુવકે ચોંકાવનારી હકીકતો જણાવી હતી.

સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યાં હતાં


યુવકની પોલીસે પૂછપરછ કરતા કેટલિક હકીકત જાણવા મળી કે યુવક અને યુવતી સોશિયલ મીડિયા થકી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. યુવક અને યુવતી જ્યારે ફિલ્મ જોઈને બહાર નીકળ્યા ત્યારે ફિલ્મમાં તેની આસપાસ બેઠેલા ચાર લોકોએ યુવકને અલગ લઈ ગયા હતા અને યુવતી કોણ છે તે અંગે પૂછપરછ કરવા લાગ્યા અને યુવતીને પણ તેનું નામ સહિત વિગતો પૂછપરછ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો: પાડોશી છ વર્ષના બાળકને માર મારી આવાવરૂ જગ્યાએ ફેંકી આવ્યો

જે બાદમાં યુવક અને યુવતી બંને અલગ અલગ ધર્મના જણાતા યુવકનું અપહરણ કરી તેને ગોંધી રાખ્યો હતો અને નારોલ વિસ્તારમાં જઈને તેને મુક્ત કર્યો હતો. જોકે, અજાણ્યા લોકોએ યુવકનું અપહરણ કરતાં યુવતીએ યુવકનાં બે મિત્રોને જાણ કરી હતી. ફિલ્મ જોવા આવેલા આસિફ સંધી, મુઝબીન શેખ, અનશ અજમેરી, અને ઇમરાન લંઘા નામના આ ચાર લોકો યુવક યુવતીની આસપાસ બેઠા હતા અને યુવતીનાં પહેરવેશ પરથી તેણે યુવક યુવતી બંને અલગ અલગ ધર્મના હોવાનું અનુમાન લગાવી લીધું હતું.

આ પણ વાંચો: નેશનલ હાઈવે પર કારને અકસ્માત નડતા વિદેશી દારૂની લૂંટ



પોલીસે વધુ તપાસ હાથ ધરી


જે બાદમાં ચારેયએ ફિલ્મ જોઈને બહાર નીકળી યુવકનું અપહરણ કરી માર માર્યા હતો. પોલીસે થિયેટરનાં CCTVને આધારે આરોપીઓની ધરપકડ કરી છે. યુવતી સાથે અલગ ધર્મનો મિત્ર હોવાને કારણે આ અજાણ્યા લોકોએ યુવકનું અપહરણ કર્યું હતું. પોલીસની પૂછપરછમાં કોઈ અંગત અદાવત પણ નહીં હોવાનું અથવા અગાઉથી પણ કોઈ પ્લાન નહીં હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે અપહરણ કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Kidnapping, અમદાવાદ, ગુનો, પોલીસ

આગામી સમાચાર