Home /News /ahmedabad /Video Viral: સિંઘુ ભવન રોડ પર યુવાનોએ મચાવ્યો આતંક, ફટાકડા ફોડી લોકોના જીવન સાથે ખીલવાડ

Video Viral: સિંઘુ ભવન રોડ પર યુવાનોએ મચાવ્યો આતંક, ફટાકડા ફોડી લોકોના જીવન સાથે ખીલવાડ

સિંઘુ ભવન રોડ પર યુવાનોએ મચાવ્યો આંતક

Video Viral: આ વર્ષે દિવાળીના દિવસે શહેરમાં કંઇક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. શહેરના સિંધુભવન રોડ પર તો કેટલાક યુવાનોએ જાણ કે રોડને બાનમાં લીધો હોય તેમ રોડ પર જ ફટાકડા ફોડ્યા, રોકેટ છોડ્યા એટલું નહીં ચાલુ ગાડીએ ગાડી પર ફટાકડા ફોડીને લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું કર્યું હતુ.

વધુ જુઓ ...
અમદાવાદ: સામાન્ય રીતે દિવાળીના પર્વમાં મેદાનમાં, સોસાયટી કે પછી કોમન પ્લોટમાં લોકો ફટાકડા ફોડીને પર્વની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે દિવાળીના દિવસે શહેરમાં કંઇક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ સામાન્ય વાહન ચાલકોની સહેજ પણ ચિંતા કર્યા વગર જાહેર રોડ પર ફટાકડા ફોડતા નજરે પડ્યાં હતાં. તેના પરિણામે મારામારીના પણ અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. જ્યારે શહેરના સિંધુભવન રોડ પર તો કેટલાક યુવાનોએ જાણ કે રોડને બાનમાં લીધો હોય તેમ રોડ પર જ ફટાકડા ફોડ્યા, રોકેટ છોડ્યા એટલું નહીં ચાલુ ગાડીએ ગાડી પર ફટાકડા ફોડીને લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું કર્યું હતુ.

લોકોને નુકસાન તેવી રીતે યુવાનોએ ફટાકડા ફોડ્યા


જો કે આમાથી કેટલાક વીડિયો વાયરલ થયા બાદ અંતે પોલીસએ ફરિયાદ નોંધી છે. સમગ્ર દેશમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ લોકોની જાનહાનિને નુકસાન તે પ્રકારે લોકોનુ વર્તન જોવા મળ્યું હતું. શહેરની ઓળખ બનેલા એવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરો ગાડીમાં દારૂખાનું લઇને આવ્યાં હતાં. અને આ યુવાનોએ દારૂખાનું રોડની સાઇડમાં કે પછી ખુલ્લા મેદાનમાં ફોડવાના બદલે જાહેર રોડ પર જ ફોડવાનું શરૂ કર્યું. જાણ કે સામાન્ય વાહન ચાલકોની જીવની કોઇ પરવાહ ન હોય તેમ રોડને બાનમાં લઇને રોડ પર જ ફટાકડા ફોડ્યા.

આ પણ વાંચો:  ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત, 1382 PSIની ભરતીનું પરિણામ જાહેર

યુવાનોએ રોડ પર ફટાકડા ફોડી આતંક મચાવ્યો


મેદાનમાં કે ખુલ્લી જગ્યા પર ફટાકડા ફોડવાના બદલે આ યુવાનો એ રોડ પર જ ફોડવાનું શરૂ કર્યું હતું. એક બે નહીં પરંતુ અનેક સંખ્યામાં બોમ્બ પૂંઠાના બોક્સમાં મુકીને એક સાથે ફોડ્યાં હતા. આ યુવાનોને જાણે કે પોલીસ કે કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ ગાડીમાં સવાર થઇ ગયાં અને ગાડીની ઉપર ફટાકડા મુકીને ફોડ્યાં હતા. એટલું જ નહીં ગાડીની બહાર નીકળીને લોકોમાં એક ભયનો માહોલ ઉભો કર્યો હતો. પરંતુ નવાઇની વાત તો એ છે કે, યુવાનો લોકોની જીંદગી સાથે રમત રમતા ગયા અને પોલીસને આ બાબતની જાણ સુદ્દા પણ ન થઇ.


વીડિયો વાયરલ થયા બાદમાં પોલીસ દોડતી થઇ


અંતે આ યુવાનોની હરકતના વીડિયો વાયરલ થયા બાદમાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.પોલીસએ સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે સ્કોર્પિયોના રજીસ્ટ્રેશન નંબરના આધારે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ સંજોગોમાં આ પ્રકારનું વર્તન કરતા યુવકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી બને છે. કારણ કે ફટાકડા ફોડવાના કારણે આ સિવાય પણ અનેક જગ્યાએ મારામારીના બનાવો પણ સામે આવ્યાં છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Diwali, Diwali 2022, Viral Vedio