અમદાવાદ : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબા અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં બેરોજગારી દર 8.44 ટકાએ પહોંચી ગયો છે. જેમાં શહેરી બેરોજગારી દર વધી 10.85 ટકાએ પહોંચી ગયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં 7.32 ટકા છે. સમગ્ર દેશમાં 33 ટકા સ્કીલ્ડ લેબર બેરોજગાર છે. શિક્ષીત બેરોજગાર યુવાનોની સંખ્યા પણ કરોડોમાં પહોંચી છે. ભાજપની સરકારમાં લાખો સરકારી જગ્યાઓ ખાલી હોવા છતાં યુવાનોને રોજગાર આપવામાં સરકાર નિરસ અને નિષ્ફળ છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના મહત્ત્વના પ્રશ્નો માટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી "રોજગાર દો" ના નારાને બુલંદ કરશે. જેથી વધતી બેરોજગારી મુદ્દે બેખબર કેન્દ્ર સરકારને જગાડી શકાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખોટી આર્થિક નીતિઓને કારણે અર્થવ્યવસ્થાની હાલત કથળી છે. જેના કારણે કરોડો યુવાનોને નોકરી ગુમાવવી પડી છે. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે તેથી રોજગાર સૌથી અગત્યની જરૂરિયાત છે માટે રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રભારી ક્રિષ્ના અલાવરુજી અને ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીની આગેવાની હેઠળ 9 ઓગસ્ટથી દેશભરના યુવાનો માટે 'રોજગાર દો' અભિયાન શરૂ કરશે.
પાર્થિવરાજસિંહે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરેલ હોવા છતાં પણ 38,402 સરકારી જગ્યામાં ક્યાંક નિમણુંક પત્ર આપવાનો બાકી હોય, ક્યાંક પરિણામ જાહેર કરવાનો બાકી હોય, ક્યાંક ફોર્મ ભરાઈ ગયા હોય પણ પરીક્ષા લેવાનું બાકી હોય, તેવી જગ્યાઓમાં પણ યુવાનોને રોજગારી આપીને ન્યાય આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવતુ નથી.
" isDesktop="true" id="1007938" >
ગત 5 ઓગસ્ટ 2020 ના દિવસે વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગનું આયોજન કરેલ હતું. જેમાં યુવા કોંગ્રેસની રાજ્ય કક્ષાએ સભ્ય નોંધણી ઝુંબેશની પણ જાહેરાત કરવામાં આવેલ છે અને આગામી પેટા ચૂંટણીમાં પણ યુવા કોંગ્રેસની જવાબદારી બુથ લેવલે પક્ષને મજબુત કરવાની રહેશે. આગામી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગદ્દારોને હરાવી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની હાંકલ કરવામાં આવી છે.