Home /News /ahmedabad /કોંગ્રેસના યુવા નેતાઓએ ઉમેદવારી માટે અપનાવી પ્રેશર ટેકનીક, જાણો કઈ બેઠક પર માંગી ટિકિટ

કોંગ્રેસના યુવા નેતાઓએ ઉમેદવારી માટે અપનાવી પ્રેશર ટેકનીક, જાણો કઈ બેઠક પર માંગી ટિકિટ

ટિકિટને લઈ કોંગ્રેસમાં નારાજગી કોઇ નવી વાત નથી.

Gujarat Assembly Elections 2022: યુથ કોંગ્રેસ અને NSUI ના હોદ્દેદારોએ આ વખતની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર ટિકિટની માંગ કરી છે. જેમાં એક બેઠક જમાલપુર, એક ધંધુકા અને એક બેઠક કોડીનાર છે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા સામ, દામ, દંડ, ભેદની નીતિ યુવા નેતાઓ પણ અપનાવવાનું શીખી ગયા છે. અને એવું જ કંઈક સામે આવ્યું છે કોંગ્રેસમાં. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને યુથ કોંગ્રેસના યુવા નેતાઓએ પણ આ વખતે ચૂંટણીમાં ઉમેદવારી કરવા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પર પ્રેશર ટેકનીક અપનાવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં NSUI અને યુથ કોંગ્રેસ પણ ટિકિટની માંગ કરીને બેઠા છે.

જાણો કઈ બેઠક પર યુવા નેતાઓ માંગી રહ્યા છે ટિકિટ

આમ તો ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ટિકિટ મેળવવાનો કકળાટ દરેક પક્ષમાં છે જ. ક્યાંક આ કકળાટ સપાટી પર આવે છે અને ક્યાંક એ નારાજગી ઉકળતા ચરુ જેવી જોવા મળી રહી છે. જોકે ભાજપ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસએ ઘણા ખરા નામ જે તે બેઠક પર જાહેર કર્યા છે. છતાં કોંગ્રેસમાં આ મુદ્દે નારાજગી સામે આવી છે.

આ પણ વાંચો: મતદારોને જગાડવા અનોખો પ્રયાસ: ગુજરાત યુનિવર્સિટીએ બનાવી અદ્ભૂત એનિમેશન ફિલ્મ

યુથ કોંગ્રેસ અને NSUI ના હોદ્દેદારોએ આ વખતની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર ટિકિટની માંગ કરી છે. જેમાં એક બેઠક જમાલપુર, એક ધંધુકા અને એક બેઠક કોડીનાર છે. આ ત્રણેય બેઠકો પર NSUI કે યુથ કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ મળે તે માટે આ યુવા નેતાઓએ પ્રેશર ટેકનીક અપનાવવા માંડી છે. યુવા નેતાઓએ જમાલપુરમાં શાહનવાઝ શેખ, ધંધુકા બેઠક પર હરપાલ સિંહ ચુડાસમા તેમજ કોડીનાર બેઠક પર નરેન્દ્ર સોલંકીને ટિકિટ આપવા માંગ કરી છે.

જે માટે યુથ કોંગ્રેસ અને NSUIએ સંયુક્ત કારોબારીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ શહેર, પ્રદેશ તેમજ વિધાનસભાના કાર્યકરો અને હોદ્દેદારોએ ફરિજયાત હાજર રેહવાનું ફરમાન કર્યું છે. એટલે આ બેઠક બાદ કંઈક નવા જૂની થાય તેવા એંધાણ છે.

મહત્વનુ છે કે આમ તો ટિકિટને લઈ કોંગ્રેસમાં નારાજગી કોઇ નવી વાત નથી. પણ વાત અહીં NSUI અને યુથ કોંગ્રેસના યુવા નેતાઓની છે ત્યારે ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly elections 2022, Goa Assembly Elections, Gujarat Assembly Election 2022, Gujarat Assembly Elections 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन